ITR Filing After Death: મૃત્યુ પછી પણ IT રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે! જાણો શું છે નિયમ અને રીત

નિયમના અનુસાર મૃતક વ્યક્તિના ITR ફાઈલ કરવું હોય છે જરૂરી..મૃતક વ્યક્તિનું ITR ફાઈલ કરવા માટે સૌથી પહેલા તેની પત્ની અથવા પતિ જેવા કોઈપણ સંબંધીને કાનૂની વારસદારની મંજૂરી લેવી પડશે.

ITR Filing After Death: મૃત્યુ પછી પણ IT રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે! જાણો શું છે નિયમ અને રીત

ઈન્કમટેક્સ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 છે. જો તમે ITR  નથી ભરતા તો તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે. શું તમે વિચાર્યું છે કે કોઈની મોત થઈ જાય પછી તેને આવકવેરા રિટર્ન ભરવું પડે કે નહીં? નિયમો અનુસાર મૃત વ્યક્તિનું ITR ફાઇલ કરવું જરૂરી છે. પરંતુ તેમના મૃત્યુ બાદ તેમનું ITR કોણ ફાઈલ કરશે? ચાલો જાણીએ આ નિયમ વિશે.

કાનૂની વારસદારની ઓળખ હોય છે જરૂરી 
કોઈના મૃત્યુ પછી તેનું ITR ફાઈલ કરવા માટે સૌથી પહેલા મૃતકના કોઈ પણ સંબંધી જેમ કે તેની પત્ની અથવા પતિને કાયદાકીય વારસદારની મંજૂરી મળશે. તમને કોર્ટમાંથી આ મંજૂરી મળશે. વ્યક્તિના નજીકના સભ્યો જેમ કે પતિ-પત્ની અથવા પુત્ર-પુત્રી અથવા અન્ય કોઈને કોર્ટ દ્વારા કાયદેસરના વારસદાર બનાવવામાં આવે છે. કાનૂની વારસદારને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ માન્યતા આપવામાં આવે છે. 

યુવકને આવતા હતા Periods! સમજતો રહ્યો મામૂલી ઇંફેક્શન, પછી સામે આવ્યું સત્ય
 
જાતે જ કરો રજીસ્ટ્રેશન
1. આની માટે સૌથી પહેલા તમે આયકર વિભાગની સાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરો. 
2. ત્યારબાદ તમે પહેલા કોર્ટ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કાનૂની વારસના પ્રમાણપત્રની નકલ લો.
3. હવે તમે આવકવેરા વિભાગની વેબસાઇટ https://www.incometax.gov.in/ પર જાઓ.
4.  'માય એકાઉન્ટ' દ્વારા 'કાનૂની વારસ તરીકે નોંધણી કરો' પર ક્લિક કરો.
5.  ત્યારબાદ પછી કાનૂની વારસદાર તરીકે તમારી નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરો. 
6.થોડા દિવસો પછી, તમને આવકવેરા વિભાગ પાસેથી તમારા નોંધણી વિશેની માહિતી મળશે.

જાણો કેવી રીતે કરો અરજી 
મૃત વ્યક્તિનું ITR પણ બાકીના લોકોની જેમ જ ભરવામાં આવે છે.
આ હેઠળ, કાયદાકીય વારસદાર બન્યા પછી, તમે મૃત વ્યક્તિના ખાતામાં લોગિન કરી શકશો.
આ પછી, ITR ભર્યા પછી, ટેક્સ વિભાગ તે ખાતાને કાયમ માટે બંધ કરી દેશે.
- આ સમગ્ર પ્રક્રિયામાં, તમારી પાસે મૃત વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર, પાન કાર્ડ અને આધાર કાર્ડ, તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ તેમજ તમને કાયદેસર વારસદાર બનાવવાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ થયા બાદ મૃત વ્યક્તિના ખાતામાં પણ રિફંડ આવી જશે.
- તમારે તે બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા અને તેને બંધ કરાવવા માટે તેમની બેંકનો સંપર્ક કરવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news