Petrol-Diesel Price Hike: ચૂંટણી પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, જાણો ક્યાં થયું મોંઘું?

Petrol-Diesel Price Hike: લોકસભા ચૂંટણી પુરી થતાં જ કર્ણાટક સરકારે પેટ્રોલ- ડીઝલના ભાવમાં મોટો વધારો કરી દીધો છે. કર્ણાટક સરકારે આજથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા છે. સરકારના નિર્ણય બાદ આજથી કર્ણાટકમાં પેટ્રોલ 3 રૂપિયા અને ડીઝલ 3.05 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે.

Petrol-Diesel Price Hike: ચૂંટણી પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, જાણો ક્યાં થયું મોંઘું?

Petrol-Diesel Price Hike: ચૂંટણી પુરી થતાં જ કર્ણાટક સરકારે પેટ્રોલ- ડીઝલના ભાવમાં મોટો વધારો કરી દીધો છે. કર્ણાટક સરકારે આજથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા છે. સરકારના નિર્ણય બાદ આજથી કર્ણાટકમાં પેટ્રોલ 3 રૂપિયા અને ડીઝલ 3.05 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. વધારવામાં આવેલા ભાવ તત્કાલ પ્રભાવથી લાગૂ કરી દેવામાં આવ્યા છે.

કર્ણાટકમાં આજથી મોંઘું થયું પેટ્રોલ-ડીઝલ
કર્ણાટક સરકારે સેલ્સ ટેક્સમાં સંશોધન કર્યું છે, ત્યારબાદ પેટ્રોલ પર સેલ્સ ટેક્સ 25.92 ટકાથી વધારીને 29.84 ટકા થઈ ગયો છે તો જ્યારે ડીઝલ પર સેલ્સ ટેક્સ 14.3 ટકાથી વધારીને 18.4 ટકા કરી દીધો છે. ટેક્સ વધારવાથી કર્ણાટકમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છથે. નવા ભાવ આજથી લાગૂ પણ કરી દેવામાં આવ્યા છે. 

According to the Petroleum Dealers Association, petrol and diesel prices are likely to go up by Rs 3 and Rs 3.05 approximately in Karnataka pic.twitter.com/rJDinVT6SK

— ANI (@ANI) June 15, 2024

સેલ્સ ટેક્સમાં વધારો
કર્ણાટક સરકારે સેલ્સ ટેક્સમાં સંશોધન કર્યું છે. રાજ્ય સરકાર તરફથી જાહેર અધિસૂચના મુજબ પેટ્રોલ પર કર્નાક સેલ્સ ટેક્સ એટલે KST હવે 29.84 ટકા અને ડીઝલ પર 18.4 ટકા પર પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે સેલ્સ ટેક્સમાં વધારાથી પેટ્રોલ ડીઝલના રિટેલ પ્રાઈસમાં સીધી રીતે વધારો થાય છે. ટેક્સમાં વધારાથી કર્ણાટકમાં પેટ્રોલ ડીઝલની કિંમત 3 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ગઈ છે.

તમને જણાવી દઈએ કે વધારા પહેલા બેંગ્લુંરુંમાં પેટ્રોલ 99.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 85.93 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. બેંગ્લુરુંમાં દિલ્હીથી પણ મોંઘું પેટ્રોલ ડીઝલ વેચાય છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે તો જ્યારે ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટર ચે. આ વધારાથી તેમાં વધુ વધારો થયો છે.

બેંગ્લુરુમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
કર્ણાટક સરકાર તરફથી સેલ્સ ટેક્સ વધાર્યા બાદ રાજધાની બેંગ્લુરુમાં પેટ્રોલની કિંમત 99.84 પ્રતિ લીટરથી વધીને 102.84 પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 85.93થી વધીને 88.95 પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. જ્યાં આશા રાખવામાં આવી રહી હતી કે લોકસભા ચૂંટણી બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, પરંતુ અહીં તો ઉંધું જોવા મળ્યું. કર્ણાટકમાં તો સીધા 3 રૂપિયા ભાવ વધી ગયો. સરકારના આ નિર્ણયથી સામાન્ય જનતાથી લઈને વેપારીઓ હેરાન છે. સરકારના આ નિર્ણયનો બોજ સામાન્ય જનતાથી લઈને વેપારી વર્ગ પર પડશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news