Multibagger Stock: પારસનો પથ્થર નિકળ્યો આ શેર, એક વર્ષમાં 1800% ટકાનું રિટર્ન, રોકાણકારો બની ગયા કરોડપતિ!

Multibagger stock: ઘણા શેરે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન (multibagger stock) આપ્યું છે. આજે અમે તમને એક સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ કે જેને ફક્ત 4 વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. 

Multibagger Stock: પારસનો પથ્થર નિકળ્યો આ શેર, એક વર્ષમાં 1800% ટકાનું રિટર્ન, રોકાણકારો બની ગયા કરોડપતિ!

Integrated Industries Ltd Share Price: શેર માર્કેટ (Share Market) માં હાલમાં ઘણી કંપનીઓના શેર બંપર રિટર્ન આપી રહ્યા છે. ઘણા શેરે રોકાણકારોને 6 મહિનાથી ઓછા સમયમાં પૈસા બમણા કરી દીધા છે. ઘણા શેરે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન (multibagger stock) આપ્યું છે. આજે અમે તમને એક સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ. જેને ફક્ત 4 વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. 

આ શેરનું નામ Integrated Industries Ltd છે. ઇંટીગ્રેટેડ ઇંડસ્ટ્રીઝ લિમિટેડના શેરે એક વર્ષમાં રોકાણકારોને 1,845.02 ટકા રિટર્ન આપ્યું છે. 

એક વર્ષમાં 1800% થી વધુ વધ્યો સ્ટોક
એક વર્ષ પહેલા ઈન્ટીગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરનો ભાવ રૂ. 33.80ના લેવલ પર હતો અને એક વર્ષમાં આ શેરે રોકાણકારોને 1800 ટકાથી વધુ વળતર આપ્યું છે. એક વર્ષના ગાળામાં આ કંપનીનો સ્ટોક 621.25 રૂપિયા વધીને 655.05 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો છે.

2019માં 1.46 રૂપિયા હતો શેરની કિંમત
29 માર્ચ 2019ના રોજ કંપનીના શેર રૂ. 1.46ના સ્તરે હતા. તો બીજી તરફ 5 વર્ષમાં આ કંપનીના શેરોએ રોકાણકારોને 44,766.44 ટકા વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે આ સ્ટૉકમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના નાણાં રૂપિયા 44,76,600 થઈ ગયા હોત. તે જ સમયે, જો તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તમે કરોડપતિ બની ગયા હોત.

શું છે કંપનીનો બિઝનેસ? 
કંપની ફૂડ પ્રોડક્ટ્સની મેન્યુફેક્ચરિંગ અને ફૂડ પ્રોડક્ટ્સની ટ્રેડિંગના બિઝનેસ સાથે જોડાયેલી છે. કંપનીનું ફોકસ હાલમાં મુખ્ય રૂપથી આ 2 સેગમેંટ પર છે. ફૂડ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગનું કામ તેની સબ્સિડરી કંપની  Nurture Well Foods Pvt. Ltd ની દ્વારા કરવામાં આવે છે. આ કંપની બિસ્કિટ્સનું મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી છે. 

(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. ) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news