પત્નીના નામે ખોલી દો આ એકાઉન્ટ, દર મહિને ₹47,066 ની કમાણી, 1,05,89,741 તો એક સાથે મળશે

National Pension System: પત્નીના નામ પર ન્યૂ પેન્શન સિસ્ટમ (National Pension Scheme) એકાઉન્ટ ખોલી શકો છો. સુવિધાનુસાર દર મહિને કે વાર્ષિક પૈસા જમા કરવાનો વિકલ્પ મળે છે. 1000 રૂપિયાથી પણ પત્નીના નામ પર એનપીએસ એકાઉન્ટ ખોલાવી શકો છો. 
 

પત્નીના નામે ખોલી દો આ એકાઉન્ટ, દર મહિને ₹47,066 ની કમાણી, 1,05,89,741 તો એક સાથે મળશે

નવી દિલ્હીઃ National Pension System: ભવિષ્યનું પ્લાનિંગ દરેક વ્યક્તિ કરે છે. પોતાની નિવૃત્તિ માટે પ્લાન પણ લોકો શોધતા હોય છે. પરંતુ હંમેશા લોકોને યોગ્ય માહિતીનો ખ્યાલ હોતો નથી. જો તમે તમારી નિવૃત્તિ વિશે ચિંતિત હોવ તો તમારી પત્ની આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. જો તમે તમારી પત્નીના નામે આ સ્પેશિયલ એકાઉન્ટ ખોલાવશો તો સમસ્યા દૂર થઈ જશે. નેશનલ પેન્શન સિસ્ટમ અથવા નેશનલ પેન્શન સ્કીમ (NPS) એક એવી સ્કીમ છે, જેમાં માત્ર તમે જ નહીં તમારી પત્ની પણ પૈસા કમાવવામાં મદદ કરી શકે છે. પત્નીના નામે નવું પેન્શન સિસ્ટમ (NPS) ખાતું ખોલાવી શકાય છે. NPS એકાઉન્ટ 60 વર્ષની ઉંમરે પત્નીને એકસાથે રકમ આપશે. આ સિવાય તમને દર મહિને પેન્શનનો લાભ મળશે. આ પત્નીની નિયમિત આવક હશે. NPS એકાઉન્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે જાતે નક્કી કરી શકો છો કે તમને દર મહિને કેટલું પેન્શન જોઈએ છે. આના કારણે 60 વર્ષની ઉંમરે પૈસાનું ટેન્શન નહીં રહે.

પત્નીના નામ પર NPS એકાઉન્ટ ખોલો
પત્નીના નામ પર ન્યૂ પેન્શન સિસ્ટમ (National Pension Scheme)એકાઉન્ટ ખોલી શકો છો. સુવિધાનુસાર દર મહિને કે વાર્ષિક પૈસા જમા કરવાનો વિકલ્પ મળે છે. 1000 રૂપિયાથી પણ પત્નીના નામે  NPS એકાઉન્ટ ખોલી શકો છો. 60 વર્ષની ઉંમરમાં  NPS એકાઉન્ટ મેચ્યોર થઈ જાય છે. નવા નિયમ હેઠળ તમે ઈચ્છો તો વાઇફની ઉંમર 65 વર્ષ થવા સુધી  NPS એકાઉન્ટ ચલાવતા રહો. 

પરંતુ એનપીએમાં કઈ રીતે બનશે પૈસા?
ધારો કે તમારી પત્નીની ઉંમર અત્યારે 30 વર્ષની છે અને તમે દર મહિને NPS ખાતામાં 5000 રૂપિયા જમા કરો છો. તમારું વાર્ષિક રોકાણ 60 હજાર રૂપિયા હશે. 30 વર્ષ સુધી રોકાણ કરતા રહો. એકંદરે તમારું રોકાણ 18 લાખ રૂપિયા હશે. પણ, પૈસા હવે બનશે. નિવૃત્તિ સમયે, તમારી પાસે 1,76,49,569 રૂપિયાનું વિશાળ ભંડોળ તૈયાર હશે. આમાં 1,05,89,741 રૂપિયા માત્ર વ્યાજથી જ મળશે. અહીં અમે સરેરાશ વ્યાજ 12 ટકા રાખ્યું છે.  કમ્પાઉન્ડિંગ પણ કામ કરે છે. રોકાણ 18 લાખનું હોઈ શકે છે પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજ તમારા પૈસા 1.5 કરોડ રૂપિયા (1,76,49,569 રૂપિયા) ઉપર લઈ જશે.

હવે સમજો પેન્શનની ફોર્મ્યુલા કઈ રીતે નક્કી થશે?
NPS Account નો સૌથી મોટો બેનિફિટ છે કે તમારે પેન્શન કેટલું જોઈએ તે તમે ખુદ નક્કી કરી શકો છો. 60 વર્ષની ઉંમરમાં જ્યારે તમારી પત્નીનું એકાઉન્ટ મેચ્યોર થશે તો તમને 1,05,89,741 રૂપિયા એક સાથે મળી જશે. આ તે પૈસા છે જે તમે વ્યાજથી બનાવ્યા છે. બાકી 70,59,828 એન્યુટી પ્લાનમાં રોકાણ કરો. એન્યુટીને અમે મિનિમમ 40 ટકા રાખ્યો છે. વાર્ષિક એન્યુટી રેટ 8 ટકા રાખ્યો છે. 

₹5000 મહિને રોકાણથી બનશે ₹1.76 કરોડનું ફંડ
કેટલી મળશે એક સાથે રકમ અને કેટલું પેન્શન? HDFC પેન્શનના NPS કેલકુલેટરથી અમે ગણતરી કરી છે.

NPS Wife Account

- ઉંમર - 30 વર્ષ
- રોકાણનો કુલ સમયગાળો - 30 વર્ષ
- માસિક યોગદાન - રૂ. 5,000
- રોકાણ પર અંદાજિત વળતર - 12 ટકા
- કુલ પેન્શન ફંડ - રૂ 1,76,49,569 (પરિપક્વતા પર)
- વાર્ષિકી યોજના રૂ. 70,59,828 (40%)
- અંદાજિત વાર્ષિકી દર 8 ટકા
- માસિક પેન્શન - ₹ 47,066

કેન્દ્ર સરકાર ચલાવે છે સ્કી
NPS કેન્દ્ર સરકારની સોશિયલ સિક્યોરિટી સ્કીમ (Social Security Scheme)છે. આ સ્કીમમાં તમે જે રોકાણ કરો છો તેનું મેનેજમેન્ટ પ્રોફેશનલ ફંડ મેનેજર કરે છે. કેન્દ્ર સરકાર આ પ્રોફેશનલ ફંડ મેનેજર્સને તેની જવાબદારી આપે છે. તેવામાં NPS માં તમને રોકાણ પૂરી થવાથી સુરક્ષિત રહે છે. પરંતુ આ રીતે સ્કીમ હેઠળ તમે જે રોકાણ કરો છો, તેના પર રિટર્નની ગેરંટી હોતી નથી. ફાઇનાન્શિયલ પ્લાર્ન્સ પ્રમાણે એનપીએસે શરૂઆત બાદથી અત્યાર સુધી વાર્ષિક એવરેજ 10થી 12 ટકા સુધી રિટર્ન આપ્યું છે. 

(નોટ: અહીં NPS ની કેલકુલેશન સામાન્ય આધાર પર કરવામાં આવી છે. તમારા રોકાણ અને મળનાર રિટર્નથી તમારૂ કુલ ફંડ નક્કી થશે. રોકાણ કરતા પહેલા તમે ફાઈનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂર લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news