RBI Monetary Policy: હોમ લોન સસ્તી નહીં થાય!, વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં
RBI Monetary Policy: RBI ની મોનિટરી પોલીસી કમિટીએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી.
Trending Photos
નવી દિલ્હી: RBI Monetary Policy: RBI ની મોનિટરી પોલીસી કમિટીએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. MPC ની બેઠક બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે MPC ના તમામ સભ્યોએ વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. તમામ સભ્યો વ્યાજદરમાં કોઈ પણ પ્રકારના ફેરફારના પક્ષમાં નહતા.
RBI ના આ નિર્ણય બાદ રેપો રેટ 4ટકા યથાવત રહેશે. આ એ રેટ હોય છે જેના પર બેન્ક રિઝર્વ બેન્ક પાસેથી કરજ લે છે. રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા યથાવત છે. આ એ રેટ છે જેના પર બેન્ક પોતાના પૈસા રિઝર્વ બેન્ક પાસે રાખે છે. MSF અને બેન્ક દરોમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.
RBI keeps repo rate unchanged at 4%, maintains accommodative stance; Reverse repo rate stands at 3.35% pic.twitter.com/Nm9Lbxd8DH
— ANI (@ANI) April 7, 2021
RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે કોરોના મહામારીને જોતા રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે. જેની અસર ગ્રોથ રિકવરી પર જોઈ શકાય છે. રિઝર્વ બેન્કની પોલીસી જાહેરાત બાદ શેર બજાર પણ જોશમાં જોવા મળ્યું છે. શેર બજારોમાં પોલીસી બાદ તેજી વધી છે. બજાર દિવસના ઉપરના સ્તરો પર પહોંચી ગયું.
The projection of real GDP growth for 2021-22 is retained at 10.5%: RBI Governor Shaktikanta Das pic.twitter.com/P7dYek5xfe
— ANI (@ANI) April 7, 2021
જીડીપી અનુમાન
કોરોનાના વધતા કેસ છતાં રિઝર્વ બેન્કે આ નાણાકીય વર્ષ એટલેકે 2021-22 માટે જીડીપી ગ્રોથનું અનુમાન પણ 10.5 ટકા યથાવત રાખ્યું છે. એમપીસીએ ગત જાહેરાતમાં પણ જીડીપીનું આ જ અનુમાન જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે