Paytm ની ધમાકેદાર ઓફર, લાઇટ બિલની ચુકવણી પર મળી રહ્યું છે 2000 રૂપિયા સુધીનું કેશબેક

પેટીએમમાં લાઇટ બિલ પેમેન્ટ કરવા પર 100 ટકા કેશબેકની ઓફર મળી રહી છે. પેટીએમ Bijlee Days ઓફરની સાથે તમે લાઇટ બિલની ચુકવણી કરવા પર 2000 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. દરરોજ 50 લોકો આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે. 

Paytm ની ધમાકેદાર ઓફર, લાઇટ બિલની ચુકવણી પર મળી રહ્યું છે 2000 રૂપિયા સુધીનું કેશબેક

નવી દિલ્હીઃ મોંઘા લાઇટ બિલથી પરેશાન લોકો માટે પેટીએમ (Paytm) મોટી રાહત લઈને આવ્યું છે. પેટીએમે લાઇટ બિલ ( Electricity bill) પર 100 ટકા કેશબેક (Cashback) ઓફર રજૂ કરી છે. એટલે કે ઘરે બેસી તમે ફ્રી વીજળીનો લાભ ઉઠાવી શકો છે. પેટીએમે પોતાના યૂઝર્સ માટે Bijlee Days ની શરૂઆત કરી છે, જેમાં તમારા લાઇટ બિલની ચુકવણી પર સો ટકા સુધી કેશબેક મળે છે. કેશબેક સિવાય કંપની રિવોર્ડ પોઈન્ટ, ડિસ્કાઉન્ટ વાઉચર્સ પણ ઓફર કરી રહી છે. આવો તમને પેટીએમની આ ઓફર વિશે વિગતવાર માહિતી આપીએ. 

પેટીએમનું Bijlee Days
પેટીએમ વીજળી ડે હેઠળ કંપની પોતાના યૂઝર્સને દર મહિનાની 10 તારીખથી 15 તારીખ વચ્ચે લાઇટ બિલની ચુકવણી પર એકથી એક દમદાર ઓફર આપી રહી છે. જો તમે આ ટાઇમલાઇન વચ્ચે પેટીએમથી લાઇટ બિલની ચુકવણી કરો છો તો તમને 100 ટકા સુધીનું કેશબેક મળી શકે છે. આ ઓફર હેઠળ દરરોજ ઓછામાં ઓછા 50 યૂઝર્સને 100 ટકા કે 2000 રૂપિયા સુધીનું કેશબેક મળશે. કેશબેક સિવાય યૂઝર્સને શોપિંગ વાઉચર્સ, ટ્રાવેલ બ્રાન્ડ્સ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. પેટીએમ લાંબા સમય બાદ પોતાના યૂઝર્સ માટે આ પ્રકારની કેશબેક ઓફર લઈને આવી છે. 

કઈ રીતે ઉઠાવશો કેશબેકનો લાભ
પેટીએમની આ વીજળી ડે ઓફર હેઠળ તમે કૂપન કોડ એપ્લાય કરી કેશબેકનો લાભ ઉઠાવી શકો છો. તો તમે તમારી પેટીએમ મોબાઇલ એપથી અત્યાર સુધી લાઇટ બિલનું પેમેન્ટ કર્યું નથી તો આ ઓફરનો લાભ ઉઠાવી શકો છો. કેશબેક માટે બિલ પેમેનટ્ કરવા સમયે 'ELECNEW200' કૂપન કોડ એપ્લાય કરો. આ કૂપન કોડને એપ્લાય કરતા જ તમને 200 રૂપિયાનું કેશબેક મળી જશે. આ ઓફરનો લાભ ઉઠાવવા માટે તમારે કેટલાક સ્ટેપ ફોલો કરવા પડશે. કેશબેકની રકમ બિલની ચુકવણી કર્યા બાદ તમારા વોલેટમાં આવશે. આ ઓફર માટે 700 ઓપરેટ્સની પસંદગી કરવામાં આવી છે. તેમાં દેશની મહત્વની પાવર કંપની સામેલ છે. 

Paytm એપ પર જઈને Recharges & Bill પર ક્લિક કરવું પડશે.

- Electricity ઓપ્શન પર ક્લિક કરો.

- તમારૂ રાજ્ય અને ઇલેક્ટ્રિસિટી બોર્ડ સિલેક્ટ કરો.

- તમારો ગ્રાહક નંબર નાખીને Proceed પર ક્લિક કરો.

- તમારી સુવિધા પ્રમાણે પેમેન્ટ મોડ પસંદ કરો અને ચુકવણી કરો.

- બિલ પેમેન્ટ થયા બાદ તમને ચુકવણીનો મેસેજ મળી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news