સતત બીજા દિવસે મોંઘું થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો આજના ભાવ
Trending Photos
નવી દિલ્હી: સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 10 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 8 પૈસા પ્રતિ લીટર સુધીનો વધારો થયો છે. ચેન્નઇમાં પેટ્રોલના ભાવ 10 પૈસા વધીને 73.29 રૂપિયા, દિલ્હીમાં 10 પૈસા વધીને 70.63, કલકત્તામાં 9 પૈસા વધીને 72.71 રૂપિયા અને મુંબઇમાં 10 પૈસા વધીને 76.25 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઇમાં ડીઝલના ભાવ 7 પૈસા વધીને 66.30 રૂપિયા અને મુંબઇમાં 8 પૈસા વધીને 67.55 રૂપિયા પ્રતિ લીટર છે.
સોમવારે પેટ્રોલના ભાવમાં 20 પૈસા સુધી અને ડીઝલના ભાવમાં 10 પૈસા સુધીનો ઉછાળો આવ્યો હતો. 17 ડિસેમ્બરના રોજ પ્રતિ લીટર પેટ્રોલના ભાવ ચેન્નઇમાં 73.19 રૂપિયા, દિલ્હીમાં 70.53 રૂપિયા, કલકત્તામાં 72.62 રૂપિયા અને મુંબઇમાં 76.15 રૂપિયા હતો. પ્રતિ લીટર ડીઝલના ભાવમાં ચેન્નઇમાં 68.07, દિલ્હીમાં 64.47 રૂપિયા, કલકત્તામાં 66.23 રૂપિયા અને મુંબઇમાં 67.47 રૂપિયા હતો.
ઓક્ટોબર 2017થી અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વૈશ્વિક સ્તર પર લગભગ 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેનું એક મોટું કારણ એ છે કે કે સપ્લાઇ વધુ થઇ ગઇ છે અને માંગમાં ઘટાડો થયો છે. સતત ઘટડા ભાવ ઓઇલ ઉત્પાદન કરનાર દેશોની સંસ્થા OPEC (ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ) અને રસિયા જેવા દેશ મળીને ઓઇલ ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો. ગ્લોબલ ડિમાંડને ધ્યાનમાં રાખતાં 1.2 મિલિયન બેરલ દરરોજનો ઘટાડો થયો છે.
અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયામાં નબળાઇનું તેમાં મોટું યોગદાન રહ્યું છે. પેટ્રોલ, ડીઝલના ભાવ પર આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ ભાવ અને ડોલરના મુકાબલે રૂપિયાની સ્થિતિ પર નિર્ભર કરે છે. જો ડોલરના મુકાબલે રૂપિયો નબળો પડે છે તો આપણે બહારથી ઓઇલ ખરીદવા માટે વધુ રૂપિયા આપવા પડે છે.
તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે