અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલમાં થયો 11 રૂપિયા સુધીનો ઘટાડો, આગામી દિવસોમાં વધુ ઘટશે
ગત 4 દિવસોના વધારા બાદ આજે પેટ્રોલ, ડીઝલના ભાવ સ્થિર થઇ ગયા. બુધવારે તેના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નહી. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 70.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 64.54 રૂપિયા પ્રતિ લીટર રહ્યો. મુંબઇમાં પેટ્રોલનો ભાવ 76.25 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલન 67.55 રૂપિયા પ્રતિ લીટર રહ્યો. ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ 73.29 રૂપિયા પ્રતિ લીટર અને કલકત્તામાં 72.71 રૂપિયા પ્રતિ લીટર રહ્યો.
Trending Photos
નવી દિલ્હી: ગત 4 દિવસોના વધારા બાદ આજે પેટ્રોલ, ડીઝલના ભાવ સ્થિર થઇ ગયા. બુધવારે તેના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નહી. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 70.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 64.54 રૂપિયા પ્રતિ લીટર રહ્યો. મુંબઇમાં પેટ્રોલનો ભાવ 76.25 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલન 67.55 રૂપિયા પ્રતિ લીટર રહ્યો. ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ 73.29 રૂપિયા પ્રતિ લીટર અને કલકત્તામાં 72.71 રૂપિયા પ્રતિ લીટર રહ્યો.
ચેન્નઇમાં બુધવારે ડીઝલ 68.14 રૂપિયા પ્રતિ લીટર અને કલકત્તામાં 66.30 રૂપિયા પ્રતિ લીટર રહ્યો. નોઇડામાં પેટ્રોલનો ભાવ દિલ્હીથી ઓછો છે. નોઇડામાં પેટ્રોલનો ભાવ 70.45 રૂપિયા પ્રતિ લીટર રહ્યો. ગત 2 દિવસથી ક્રૂડના ભાવમાં ઝડપથી ઘટાડો આવી રહ્યો છે. તેના લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની આશા છે. બુધવારે બ્રેંટ ક્રૂડ 56.5 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું.
ઓક્ટોબરથી અત્યાર સુધી પેટ્રોલના ભાવ કુલ 14 થી 15 રૂપિયા ઘટી ચૂક્યા છે. સ્થાનિક બજાર મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર ગત સત્રમાં ક્રૂડ ઓઇલના ભાવ 223 રૂપિયા એટલે 6.19 ટકાનો ઘટાડા સાથે 3,379 રૂપિયા પ્રતિ બેરલ પર બંધ થયો. તો બીજી તરફ ડીઝલના ભાવ 11 થી 12 રૂપિયા ઘટી ગયા છે. ઓક્ટોબરમાં પેટ્રોલ અને ડીઝલ અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર પર પહોંચી ગયું હતું.
આ વર્ષે 1 જાન્યુઆરીના રોજ પેટ્રોલનો ભાવ 69.97 રૂપિયા પ્રતિ લીટર હતો. તો ડીઝલનો સૌથી ઓછો ભાવ આ વર્ષે 59.70 રૂપિયા પ્રતિ લીટર હતો. મંગળવારે ક્રૂડના ભાવમાં એક સાથે 5 ટકાનો ઘટાડો આવ્યો છે. હવે બધાની નજર અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠક પર છે જેમાં વ્યાજ દરો પર નિર્ણય લેવામાં આવશે.
અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયામાં નબળાઇનું તેમાં મોટું યોગદાન રહ્યું છે. પેટ્રોલ, ડીઝલના ભાવ પર આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ ભાવ અને ડોલરના મુકાબલે રૂપિયાની સ્થિતિ પર નિર્ભર કરે છે. જો ડોલરના મુકાબલે રૂપિયો નબળો પડે છે તો આપણે બહારથી ઓઇલ ખરીદવા માટે વધુ રૂપિયા આપવા પડે છે.
તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે