કોરોનાઃ હવે ગુજરાતમાં દિવસ દરમિયાન માત્ર 8 કલાકે મળશે પેટ્રોલ-ડીઝલ, વાંચો મહત્વના સમાચાર
દેશમાં ચાલી રહેલી લૉકડાઉનની સ્થિતિને લઈને ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને મહત્વનો નિર્ણય કર્યો છે.
Trending Photos
અમદાવાદઃ કોરોના વાયરસને કારણે ભારતમાં 25 માર્ચથી ત્રણ સપ્તાહ માટે સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ જાહેરાતમાં જીવન જરૂરીયાતની વસ્તુ સિવાય તમામ વેપાર ધંધા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ ચાલું રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને એક મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે. 26 માર્ચ, ગુરૂવારથી ગુજરાતના તમામ પેટ્રોલ પંપ પર સવારે 8 કલાકથી સાંજે 4 કલાક સુધી જ સામાન્ય જનતા પેટ્રોલ-ડીઝલ પૂરાવી શકશે. ત્યારબાદ કોઈ લોકોને આ સેવાનો લાભ મળશે નહીં.
ગુજરાત ડીલર્સ એસોસિએશનનો નિર્ણય
દેશ સહિત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે દેશમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ વાતને ધ્યાનમાં લઈને ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને મહત્વનો નિર્ણય લેતાં સામાન્ય લોકો માટે સવારે 8 કલાકથી સાંજે 4 કલાક સુધી પેટ્રોલ-ડીઝલની સેવા આપવાનું નક્કી કર્યું છે.
ગુજરાતમાં કોરોનાના 39 કેસ
ગુજરાતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યાં છે. હવે રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ સાથે રાજકોટમાં અત્યાર સુધી કોરોનાના કુલ 4 મામલા સામે આવ્યા છે. જ્યારે ગુજરાતમાં આ આંકડો 39 પર પહોંચી ગયો છે. જેમાં અમદાવાદમાં 14, સુરતમાં 7, રાજકોટમાં 4, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6 અને કચ્છમાં 1 કેસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે