IRCTC એ શરૂ કરી નવી સેવા, રેલવેમાં પણ તમે મનપસંદ ભોજન મગાવી શકશો

મુસાફરોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, IRCTCએ ચેટબોટ શરૂ કર્યું છે, જેના દ્વારા મુસાફરો ભોજન બુક કરી શકશે. મુસાફરો દ્વારા આપવામાં આવેલા સૂચનો અને પ્રતિસાદને અન્ય ટ્રેનોમાં પણ લાગુ કરવામાં આવશે.

IRCTC એ શરૂ કરી નવી સેવા, રેલવેમાં પણ તમે મનપસંદ ભોજન મગાવી શકશો

food services on whatsaap: જો તમને ટ્રેનની મુસાફરી દરમિયાન મળતો ખોરાક પસંદ નથી આવતો અને તમે ખાવા નથી માંગતા તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. રેલવેએ તમને બીજો વિકલ્પ આપ્યો છે. તમે WhatsApp દ્વારા ફૂડ ઓર્ડર કરી શકો છો. રેલવેના PSU IRCTCએ આ નવી સુવિધા શરૂ કરી છે. આ માટે +91-8750001323 નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી ઈ-કેટરિંગ દ્વારા ટ્રેનમાં ફૂડ બુક કરાવી શકાતું હતું. તેમાં માત્ર બુક કરવાની સુવિધા હતી, તે વન-વે હતી, એટલે કે કોઈ વિકલ્પ ન હતો અથવા જો તમે કોઈ સૂચન આપવા માંગતા હોવ તો તેના માટે પણ કોઈ વ્યવસ્થા નહોતી.

આ રીતે ફૂડ બુક કરી શકાય છે.
મુસાફરોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, IRCTCએ ચેટબોટ શરૂ કર્યું છે, જેના દ્વારા મુસાફરો ભોજન બુક કરી શકશે. મુસાફરો દ્વારા આપવામાં આવેલા સૂચનો અને પ્રતિસાદને અન્ય ટ્રેનોમાં પણ લાગુ કરવામાં આવશે.

આમાં, તમે તમારી મનપસંદ રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર કરી શકો છો. એટલે કે તેમાં રેસ્ટોરન્ટનો વિકલ્પ આપવામાં આવ્યો છે. હાલમાં IRCTC ઈ-કેટરિંગ દ્વારા દરરોજ 50000 ભોજન સપ્લાય કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news