Cheque Clearance ને લઇને RBI બદલી રહી છે નિયમ, જાણો શું થશે ફાયદો
આ ઉપરાંત એ નક્કી કરવામાં આવશે કે જલદી જ બેકિંગ, એનબીએફસી અને કાર્ડ જાહેર કરનાર કંપનીઓ વિરૂદ્ધ ફરિયાદ એક જ જગ્યાએ કરવામાં આવશે. One Nation One Ombudsman પોલિસી હેઠળ ફરિયાદ સેંટર શરૂ કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ Cheque Clearance ના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. તેની અસર એ પડશે કે ગરબડીની તમામ સંભાવનાઓ દૂર થઇ જશે અને ચેક પહેલાના મુકાબલે વધુ જલદી કેશ થઇ જશે. જાણકારી અનુસાર આ વર્ષે સપ્ટેમ્બરથી નવા નિયમ લાગૂ થઇ જશે.
CTS નો દાયરો વધશે
RBI એ ચૂકવણી અને ક્લિયરન્સ સિસ્ટમને વધુ સારી, ઝડપી અને સટીક બનાવવા માટે તમામ શેષ 18,000 શાખાઓને અપડેટ કરવાનો નિર્ણય કર્યો છે. જે પણ શાખાઓ કેંદ્રીકૃત સમાશોધન સિસ્ટમ 'ચેક ટ્રાંજેક્શન સિસ્ટમ' (Cheque Truncation System) હેઠળ નથી, તેમને સપ્ટેમ્બર સુધી સીટીએસ (CTS) ના દાયરામાં લાવવમાં આવશે. CTS નો ઉપયોગ 2010 થી કરવામાં આવી રહ્યો છે અને તેના દાયરામાં લગભગ 1 લાખ 50 હજાર બેંક શાખાઓ છે.
છેતરપિંડી પણ અટકશે
રિઝર્વ બેંકએ એ પણ કહ્યું છે કે તે છેતરપિંડી અને ચાલબાજી વિરૂદ્ધ ડિજિટલ ચૂકવણી સેવાઓ માટે એક સતત ચાલુ રહેનાર એક હેલ્પલાઇન સ્થાપિત કરશે. આ ઉપરાંત એ નક્કી કરવામાં આવશે કે જલદી જ બેકિંગ, એનબીએફસી અને કાર્ડ જાહેર કરનાર કંપનીઓ વિરૂદ્ધ ફરિયાદ એક જ જગ્યાએ કરવામાં આવશે.
One Nation One Ombudsman પોલિસી હેઠળ ફરિયાદ સેંટર શરૂ કરવામાં આવશે. અને ગ્રાહકોને એક જ જગ્યાએ ફરિયાદ કરવાની સુવિધા મળી જશે. તેનાથી સૌથી મોટો એ થશે કે ગ્રાહકોની મોટી સમસ્યા જલદી થી જલદી સમાધાન થઇ જશે અને તેમને મોટી રાહત મળી જશે. આ યોજના હેઠળ જે ગ્રાહકોને ફરિયાદ હશે તે ફોન, ઓનલાઇન, મેલ, પોસ્ટ દ્રારા ફરિયાદ નોંધાવી શકશે.
ગ્રાહકોની પરેશાની શું છે
લોન લેનાર મોટાભાગના ગ્રાહકોને ફરિયાદ હોય છે કે લોન આપનાર સંસ્થા પુરી જાણકારી આપ્યા વિના તેની લોનની અવધિ વધારી દે છે અથવા પછી ઇએમઆઇમાં વધારો કરી છે. જોકે ટર્મ અથવા પછી ઇએમઆઇની રકમમાં ફેરફાર વ્યાજદર બદલાતા જ થાય છે. રેપો રેટમાં ફેરફારના કરણે લોનની શરતો પર અસર પડે છે. 5 ફેબ્રઆરીના રોજ આરબીઆઇએ મૌદ્રિક નીતિની જાહેરાત કરી છે. 3 દિવસની Monetary Policy Committee ની બેઠક બાદ રેપો રેટ નહી બદલવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે