500 ની નોટ પાછી ખેંચાશે અને 1000 રૂપિયાની નોટ ફરી બહાર પડશે? જાણો RBI ગવર્નરે શું કહ્યું
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તાજેતરમાં 2000 રૂપિયાની નોટને પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી 500 રૂપિયાની નોટ અને 1000 રૂપિયાની નોટ અંગે અફવાઓનું બજાર ગરમ જોવા મળ્યું છે. ગુરુવારે સવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સચ્ચાઈ જણાવી દીધી.
Trending Photos
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તાજેતરમાં 2000 રૂપિયાની નોટને પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી 500 રૂપિયાની નોટ અને 1000 રૂપિયાની નોટ અંગે અફવાઓનું બજાર ગરમ જોવા મળ્યું છે. ગુરુવારે સવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સચ્ચાઈ જણાવી દીધી.
આરબીઆઈના ગવર્નરે કહ્યું કે કેન્દ્રીય બેંકે 500 રૂપિયાની નોટ પાછી ખેંચવાની અને 1000 રૂપિયાની નોટને ફરીથી બહાર પાડવાની કોઈ યોજના બનાવી નથી. તેમણે લોકોને આવી અટકળોથી બચવાની સલાહ આપી છે. પ્રેસને સંબોધિત કરતા રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે 1.8 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટ RBI ની જાહેરાત બાદ પાછી આવી છે. 31 માર્ચ 2023 સુધીમાં જેટલી 2000 રૂપિયાની નોટ ચલણમાં હતી આ તેની અડધી છે. અત્રે જણાવવાનું કે 2000 રૂપિયાની નોટને એક્સચેન્જ અને જમા કરાવવા માટે લોકો પાસે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે.
RBI not thinking of withdrawing Rs 500 notes, or re-introducing notes in Rs 1,000 denomination; request public not to speculate: RBI Guv
— Press Trust of India (@PTI_News) June 8, 2023
ગુરુવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી કે રેપો રેટમાં કોઈ ફેરફાર આ વખતે કરવામાં આવ્યો નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અનુમાન મુજબ ચાલુ નાણાકીય વર્ષની જૂન ત્રિમાસિકમાં વિકાસ દર 8 ટકા રહી શકે છે. જ્યારે ત્યારબાદ વિકાસ દરમાં સુસ્તી જોવા મળી શકે છે. અત્રે જણાવવાનું કે આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે હાલનો ફાઈનાન્શિયલ યર ગ્રોથ રેટ 6.5 ટકા રહેવાનો અંદાજો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે