Covid-19 ના લીધે ચૂકવી શક્યા નથી લોન, તો RBI આ રીત કરશે તમારી મદદ
કેન્દ્રીય બેંકે આ સંબંધમાં એફએક્યૂ (FAQ) જાહેર કરી દીધા છે. કોવિડ 19 સંબંધમાં વારંવાર ઉદભવતા પ્રશ્નો (FAQ) માં કેન્દ્રીય બેંકે કહ્યું કે લોનધારકો લોન આપનાર સંસ્થા સમક્ષ સમસ્યા માટે 1 અરજીભરી આપીને આ પ્રોસેસ શરૂ કરાવી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: Covid-19 ના લીધે લોકો લોકડાઉન અને ત્યારબાદ અનલોકના લીધે ઘણા લોકોને લોન ચૂકવવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. લોન મોરેટોરિયમ સમાપ્ય થયા બાદ પણ ઘણા એવા લોકો છે જેમનો બિઝનેસ ઠપ્પ અથવા પછી નોકરી જતી રહેતા લોનની ઇએમઆઇ ચૂકવવામાં હજુ પણ અસમર્થ છે. એવા લોકો માટે RBI ખાસ સ્કીમ લાવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સ્પષ્ટ કર્યું છે કે કોવિડ 19 ના કારણે લોન ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરી રહેલા લોનધારકો કોઇ નક્કર યોજના બનાવ્યા વિના પણ લોનના સમાધાન માટે અરજી કરી શકે છે.
જાહેર કર્યા FAQ
કેન્દ્રીય બેંકે આ સંબંધમાં એફએક્યૂ (FAQ) જાહેર કરી દીધા છે. કોવિડ 19 સંબંધમાં વારંવાર ઉદભવતા પ્રશ્નો (FAQ) માં કેન્દ્રીય બેંકે કહ્યું કે લોનધારકો લોન આપનાર સંસ્થા સમક્ષ સમસ્યા માટે 1 અરજીભરી આપીને આ પ્રોસેસ શરૂ કરાવી શકે છે. આ અરજી પર લોન આપનાર સંસ્થા તમારા નિર્દેશક મંડળની વ્યવસ્થા હેઠળ કોઇ નિર્ણય લેશે.
શરૂ કરી બેંકોએ Loan Restucturing Scheme
બેંકોએ Loan Restucturing Schemeની સુવિધા શરૂ કરી દીધી છે. બેંકની બ્રાંચ અથવા ઓનલાઇન આ સર્વિસનો ફાયદો લઇ શકે છે. બેંકના અધિકારી તેમાં તમારી પુરી મદદ કરશે. આ સ્કીમ હેઠળ બેંક ગ્રાહકને લોનનું રીપેમેંટ શિડ્યૂલ બદલી શકશે. લોનની અવધિ વધારવામાં, પેમેન્ટ હોલિડે આપવાનો વિકલ્પ રહેશે. હોમ લોન, એજ્યુકેશન લોન, કાર લોનની રીસ્ટ્રક્ચરિંગ થઇ શકશે. ગોલ્ડ લોન, પર્સનલ લોનની EMI માટે વિકલ્પ હશે. કંઝ્યૂમર ડ્યૂરેબલ લોન, લોન અગેસ્ટ સિક્યોરિટીઝ પણ સામેલ છે. ગ્રાહકની EMI થોડા મહિના માટે ઓછી થઇ જશે. થોડા મહિના સુધી EMI ટાળી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે