Reliance Jio ફરી બન્યું નંબર-1, એરટેલ અને વોડાફોન-આઇડિયાને છોડ્યા પાછળ


રિલાયન્સ જીયોએ સબ્સક્રાઇબર બેઝની રેસમાં એકવાર ફરી બાજી મારી લીધી છે. કંપનીએ જાન્યુઆરીમાં 65 લાખથી વધુ નવા યૂઝરો જોડ્યા છે. ટ્રાઈના ડેટા અનુસાર જીયોના માર્કેટ શેરમાં પણ વધારો થયો છે. 
 

Reliance Jio ફરી બન્યું નંબર-1, એરટેલ અને વોડાફોન-આઇડિયાને છોડ્યા પાછળ

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) સબ્સક્રાઇબર બેઝની રેસમાં એકવાર ફરી એરટેલ અને વોડાફોન-આઇડિયાથી આગળ નિકળી ગયું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર રિલાયન્સ જીયોએ જાન્યુઆરી 2020માં 65.5 લાખ નવા યૂઝર જોડાયા છે. હવે કંપનીના કુલ યૂઝરોની સંખ્યા 37.6 કરોડ થઈ ગઈ છે. 

ટેરિફ મોંઘુ થવાની નથી પડ્યો ફેર
રિલાયન્સ જીયોના આ શાનદાર પ્રદર્શનથી ખ્યાલ આવે છે કે ડિસેમ્બર 2019માં ટેરિફ મોંઘુ કરવાથી યૂઝરોને કોઈ ખાસ ફેર પડી રહ્યો નથી. એરટેલની વાત કરીએ તો કંપની સાથે જાન્યુઆરીમાં 8.5 લાખ નવા યૂઝરો જોડાયા છે. તો ખોટમાં ચાલી રહેલી વોડાફોન-આઇડિયાને ડિસેમ્બરમાં ટેરિફ મોંઘુ કરાયા બાદ 30.62 લાખ યૂઝરોનું નુકસાન થયું છે. 

ત્રણ વર્ષમાં પ્રથમવાર મોંઘુ થયું ટેરિફ
પાછલા વર્ષે ડિસેમ્બરમાં એરટેલ, વોડાફોન-આઇડિયા અને રિલાયન્સ જીયોએ પોતાના ટેરિફને ત્રણ વર્ષમાં પ્રથમવાર 14થી 33 ટકા મોંઘુ થયું હતું. ત્યારબાદ જીયોના યૂઝર બેઝ જાન્યુઆરીમાં વધીને 37.65 કરોડ અને એરટેલનો યૂઝર બેઝ વધીને 32.89 કરોડ રહ્યું છે. ટેલિકોમ કંપનીઓના યૂઝર બેઝને આ આંકડા તો ટ્રાઈએ શુક્રવારે જારી કર્યાં હતા. 

જીયોના માર્કેટ શેરમાં વધારો
ટ્રાઈના ડેટા પ્રમાણે જીયોનું માર્કેટ શેર 32.14 ટકાથી વધીને 32.56 ટકા થઈ ગયો છે. તો એરટેલ અને વોડાફોનના માર્કેટ શેરમાં ઘટાડો થયો છે. ડેટામાં કહેવામાં આવ્યું છે કે એરટેલનું માર્કેટ શેર 28.43 ટકાથી ઘટીને 28.38 ટકા અને વોડાફોનનો 28.89 ટકાથી ઘટીને 28.45 ટકા પર આવી ગયો છે. 

જાન્યુઆરીમાં વધ્યા 50 લાખ મોબાઇલ યૂઝર
એક્ટિવ યૂઝરોની વાત કરીએ તો વિઝિટર લોકેશન રજીસ્ટર પ્રમાણે એરટેલના એક્ટિવ યૂઝર 95.37 ટકા, વોડાફોન-આઇડિયાના 90.36 ટકા અને જીયોના 82.26 ટકા રહ્યો છે. ટ્રાઈના ડેટા પ્રમાણે જાન્યુઆરી 2020માં ભારતના મોબાઇલ યૂઝર બે,માં 50 લાખનો વધારો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news