રેસ્ટોરેન્ટમાં ભોજન કરતાં લોકો માટે ખુશખબરી, સરકારના નિર્ણયથી ઘટશે હોટલનું બિલ
બેઠકમાં બીજા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં હોટલ એસોશિએશન ઉપરાંત Zomato, Swiggy, Delhivery, Zepto, Ola, Uber જેવા પ્રોવાઇડર્સને પણ પ્રતિનિધિ ઉપલબ્ધ રહ્યા હતા. કસ્ટમર હેલ્પલાઇન પર આ વાતને લઇને સતત મળનાર ફરિયાદોને જોતાં સરકાર આ નિર્ણય લીધો છે.
Trending Photos
Restaurant Service Charges: હાલમાં વીકએન્ડમાં બહાર રેસ્ટોરેન્ટમાં જવાનો ટ્રેંડ ખૂબ ચાલી રહ્યો છે. હાલની જનરેશન વીકએન્ડમાં બહાર હોટલમાં જમવાનું વધુ પસંદ કરે છે. પરંતુ હોટલનું બિલ વધી જતું હોવાથી ઘણા પરિવારો બહાર જવાનું ટાળે છે. ત્યારે સરકાર તરફથી ગુરૂવારે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રેસ્ટોરેન્ટ માલિકો દ્રારા બિલ પર લેવામાં આવતો સર્વિસ ટેક્સ ગેરકાનૂની છે. જો તે ગ્રાહક પર દબાણ બનાવે છે તો ગ્રાહક પાસે કાનૂની અધિકાર રહેશે. હોટલ રેસ્ટોરેન્ટ એસોસિએશનને તાત્કાલિક આ પ્રેક્ટિસ રોકવા મઍટે કહેવામાં આવ્યું છે.
ગ્રાહકોની ફરિયાદ પર લીધો આ નિર્ણય
બેઠકમાં બીજા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં હોટલ એસોશિએશન ઉપરાંત Zomato, Swiggy, Delhivery, Zepto, Ola, Uber જેવા પ્રોવાઇડર્સને પણ પ્રતિનિધિ ઉપલબ્ધ રહ્યા હતા. કસ્ટમર હેલ્પલાઇન પર આ વાતને લઇને સતત મળનાર ફરિયાદોને જોતાં સરકાર આ નિર્ણય લીધો છે.
જલદી ગ્રાહકોને કાનૂની અધિકાર આપવામાં આવશે
સરકાર તરફથી જલદી જ ગ્રાહકોને તેના માટે કાનૂની અધિકાર પણ આપવામાં આવશે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે વર્ષ 2017 ના કાયદા અનુસાર સર્વિસ ચાર્જ આપવો કે નહી તે ગ્રાહકની મરજી હતી. મરજી ન હોય તો તે ના પાડી શકે છે. પરંતુ હોટલવાળા તેને લગાવે છે.
સર્વિચ ચાર્જ લેવો ગેરકાયદેસર
સરકાર રેસ્ટોરેન્ટ માલિકો દ્રારા લેવામાં આવતાં સર્વિસ ચાર્જના કાયદામાં ફેરફાર કરવાના પક્ષમાં છે. તેનાથી ગ્રાહક વધુ શક્તિશાળી બની જશે. ગ્રાહક મામલાના વિભાગે તેના પર કડકાઇ વર્તતા ગુરૂવારે મોટી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કડકાઇ દાખવતાં હોટલ એસોસિએશનને કહેવામાં આવ્યું છે કે સર્વિસ ચાર્જ લેવો ગેરકાયદેસર છે.
સર્વિસ ચાર્જની ગાઇડલાઇન્સ
સર્વિસ ચાર્જને લઇને ભારત સરકાર તરફથી 21 એપ્રિલ 2017 ના રોજ જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું હતું કે ઘણીવાર કંઝ્યૂમર બિલમાં લાગેલા સર્વિસ ચાર્જ આપ્યા બાદ પણ વેટરને અલગથી એમ વિચારીને ટિપ આપે છે કે બિલમાં લગાવવામાં આવેલો ચાર્જ ટેક્સનો પાર્ટ છે. ભોજનની કિંમત લખેલી હોય છે તેમાં માનવમાઅં આવે છે કે ભોજનની કિંમત સાથે સર્વિસ ચાર્જ જોડાયેલો હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે