3 દિવસ પછી એસબીઆઇ બદલી નાખશે પોતાનો નિયમ, કરોડો ગ્રાહકોને થશે અસર

આજે એસબીઆઇની ગણતરી દેશની ટોચની બેંકમાં થાય છે

3 દિવસ પછી એસબીઆઇ બદલી નાખશે પોતાનો નિયમ, કરોડો ગ્રાહકોને થશે અસર

નવી દિલ્હી :  જો તમારું ખાતુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)માં હોય અને તમે એટીએમનો ઉપયોગ કરતા હો તો તમારા માટે એક મહત્વના સમાચાર આવી ગયા છે.  આ નવો નિયમ 31 ઓક્ટોબરથી લાગુ પડે છે. બેંકના નવા નિયમ પ્રમાણે હવે ટ્રાન્ઝેક્શન સીમા ઘટાડી દેવામાં આવી છે. હવે તમે એક દિવસમાં મહત્તમ 20 હજાર રૂપિયા જ કાઢી શકશો. અત્યાર સુધી એસબીઆઇના એટીએમમાંથી એક દિવસમાં 40 હજાર રૂ. સુધી કાઢી શકાય છે. આમ, જો તમે 30 ઓક્ટોબર સુધી પૈસા કાઢવા ઇચ્છતા હો તો જ 40 હજાર રૂપિયા સુધી કાઢી શકો છો. 

એસબીઆઇ તરફથી તમામ બ્રાન્ચ માટે આ નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. માર્ચ, 2018 સુધી એસબીઆઇ 39.50 કરોડ ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરી રહી છે અને એમાંથી 26 કરોડ કાર્ડ વપરાશમાં છે. એસબીઆઇની વેબસાઇટમાં કહેવામાં આવ્યું છે કે 'ક્લાસિક અને મેસ્ટ્રો કાર્ડની દૈનિક વિથડ્રોઅલ લિમિટ 31 ઓક્ટોબરથી 40,000 રૂ.થી ઘટાડીને 20,000 રૂ. કરી દેવામાં આવશે. જો તમને વધારે વિથડ્રોઅલની જરૂર હોય તો હાયર કાર્ડ વેરિઅન્ટ માટે અરજી કરવી જરૂરી છે.' 

એસબીઆઇ તરફથી આખા દેશની બ્રાન્ચને મોકલેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે બેંકોના એટીએમ ટ્રાન્ઝેક્શનમાં થનારી છેતરપિંડીની ફરિયાદને જોઈને પૈસા ઉપાડવાની સીમા ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

અન્ય બેંકોની વિથડ્રોઅલ લિમિટ

  • પંજાબ નેશનલ બેંક - RuPay (રુપે) કાર્ડ પર 50,000 રૂ, ક્લાસિક RuPay (રૂપે) કાર્ડ પર 25 હજાર રૂ.
  • ICICI બેંક - એક દિવસમાં પ્લેટિનમ ચીપ ડેબિટ કાર્ડ પર લાખ રૂ. કેશની લિમિટ, વિઝા સિગ્નેચર કાર્ડ પર લિમિટ 1.5 લાખ રૂ. 
  • HDFC બેંક - એક દિવસમાં પ્લેટિનમ ચીપ ડેબિટ કાર્ડ પર લાખ રૂ. કેશની લિમિટ
  • એક્સિસ બેંક - RuPay (રૂપે) કાર્ડ દ્વારા એક દિવસમાં 40 હજાર રૂ. કેશ કાઢવાની મંજૂરી, ટાઇટેનિમ પ્રાઇમ પ્લસ અને સિક્યોર પ્લસ ડેબિટ કાર્ડ પર 50 હજાર રૂ.ની લિમિટ

બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news