લોકડાઉનમાં SBIની ગ્રાહકોને મોટી ભેટ, હોમ-ઓટો-પર્સનલ લોન માટે કરી મોટી જાહેરાત
દેશની સૌથી મોટી સરકાર બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) એ લોકડાઉનની વચ્ચે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે વ્યાજ દરોમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ વ્યાજ દર 7.40 ટકાથી ઘટીને 7.25 ટકા પર આવી ગયા છે. નવો ભાવ 10 મેથી લાગુ થશે. SBI એ સતત 12મી વાર એમસીઆરએલમાં ઘટાડો કર્યો છે. તો ફાઈનાન્શિયલ વર્ષ 2020-21માં સતત બીજીવાર ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પહેલા એપ્રિલમાં SBI એ વ્યાજ દરોમાં 0.35 ટકા ઘટાડો કર્યો હતો.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :દેશની સૌથી મોટી સરકાર બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) એ લોકડાઉનની વચ્ચે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે વ્યાજ દરોમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ વ્યાજ દર 7.40 ટકાથી ઘટીને 7.25 ટકા પર આવી ગયા છે. નવો ભાવ 10 મેથી લાગુ થશે. SBI એ સતત 12મી વાર એમસીઆરએલમાં ઘટાડો કર્યો છે. તો ફાઈનાન્શિયલ વર્ષ 2020-21માં સતત બીજીવાર ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પહેલા એપ્રિલમાં SBI એ વ્યાજ દરોમાં 0.35 ટકા ઘટાડો કર્યો હતો.
અમદાવાદની 8 ખાનગી હોસ્પિટલમાં થશે કોરોનાની સારવાર, તો કેટલીક હોસ્પિટલોએ AMC સામે મૂકી શરતો
EMI માં ઘટાડો થશે
SBI એ હોમ-ઓટો-પર્સનલ લોનને લઈને આ મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી એમસીઆરએલ પર આધારિત લોન પર EMI ઘટી જશે. ઉલ્લેખનીય છે કે, RBI એ કોરોના વાયરસની વચ્ચે અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટે રેપો રેટમાં 75 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો હતો. SBI એ આ ઘટાડા બાદ હોમ લોન એકાઉન્ટ (linked to MCLR) ની EMI ઓછી થઈ જશે. 30 વર્ષ માટે 25 લાખ રૂપિયાના લોન પર દર મહિને અંદાજે 255 રૂપિયા બચી જશે.
સિનીયર સિટીઝન માટે લોન્ચ કરી પ્રોડક્ટ
SBI એ પોતાના સિનીયર સિટીઝન ગ્રાહકો માટે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. રિટેલ ટર્મ ડિપોઝીટ સેગમેન્ટમાં SBI Wecare Deposit પ્રોડક્ટ લોન્ચ કરાઈ છે. તેમાં સિનીયર સિટીઝન્સને 5 કે તેનાથી ઉપરના રિટેલ ટર્મ ડિપોઝીટ પર 0.30 ટકા વ્યાજ મળશે. આ સ્કીમ 30 સપ્ટેમ્બર 2020 સુધી રાખવામાં આવી છે.
સિનીયર સિટીઝન માટે વ્યાજદર
- 5 વર્ષથી ઓછા રિટેલ ટર્મ ડિપોઝીટ પર 0.50 ટકા વ્યાજ મળશે
- 5 વર્ષથી વધુ રિટેલ ટર્મ ડિપોઝીટ પર 0.80 ટકા વ્યાજ મળશે
- નવા પ્રોડક્ટમાં 30 બીપીએસ એકસ્ટ્રા પ્રીમિયમ મળી રહ્યું છે
- જોકે, આ પ્રીમિયમ તે કેસમાં લાગુ નહિ થાય, જેમાં સમય પહેલા ડિપોઝીટ તોડી લેવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે