38 રૂપિયા પર આવ્યો હતો સોલર કંપનીનો IPO,દોઢ વર્ષમાં 1700ને પાર પહોંચ્યો શેર, 4400% ની તોફાની તેજી
ઈન્સોલેશન એનર્જીના શેર દોઢ વર્ષમાં 38 રૂપિયાથી વધી 1700 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના સ્ટોકે 4400 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. ઈન્સોલેશન એનર્જીના સ્ટોકે રોકાણકારોને મોટી કમાણી કરાવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સોલર પેનલ અને મોડ્યૂલ્સ બનાવનારી નાની કંપની ઈન્સોલેશન એનર્જીના સ્ટોકે દોઢ વર્ષમાં રોકાણકારોને માલામાલ કરી દીધા છે. ઈન્સોલેશન એનર્જીનો આઈપીઓ સપ્ટેમ્બર 2022માં આવ્યો હતો. આઈપીઓમાં ઈન્સોલેશન એનર્જીના શેરનો ભાવ 38 રૂપિયા હતો. કંપનીના શેર 15 એપ્રિલ 2024ના 1700 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ઈન્સોલેશન એનર્જીના સ્ટોકે છેલ્લા દોઢ વર્ષમાં 4400 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. કંપનીના શેરનો 52 સપ્તાહનો હાઈ 1750 રૂપિયા છે.
38 રૂપિયાથી 1700 રૂપિયાને પાર પહોંચ્યા શેર
આઈપીઓમાં ઈન્સોલેશન એનર્જી (Insolation Energy)ના શેરનો ભાવ 38 રૂપિયા હતો. કંપનીના શેર 10 ઓક્ટોબર 2022ના 76.10 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે એનર્જી કંપનીના શેર 79.90 રૂપિયા પર પહોંચ્યા હતા. લિસ્ટિંગ બાદથી કંપનીના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ઈન્સોલેશન એનર્જીના શેર 15 એપ્રિલ 2024ના 1743.85 રૂપિયા પર પહોંચી ગયા છે. 38 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે કંપનીના શેર 4400 ટકા વધી ગયા છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 118.50 રૂપિયા છે.
એક વર્ષમાં શેરમાં 1070% નો ઉછાળ
ઈન્સોલેશન એનર્જી (Insolation Energy)ના શેરમાં છેલ્લા એક વર્ષમાં 1070 ટકાની તેજી આવી છે. કંપનીના શેર 17 એપ્રિલ 2023ના 149 રૂપિયા પર હતા. ઈન્સોલેશન એનર્જીના શેર 15 એપ્રિલ 2024ના 1743.85 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 295 ટકાની તેજી જોવા મલી છે. ઈન્સોલેશન એનર્જીના શેર 16 ઓક્ટોબર 2023ના 445.10 રૂપિયા પર હતા, જે હવે 1743 રૂપિયા પર પહોંચી ગયા છે. આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરમાં 125 ટકાની તેજી આવી છે. કંપનીના આઈપીઓનું ટોટલ 192.79 ગણું સબ્સક્રિપ્શન થયું હતું. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટરનો કોટા 235.55 ગણો સબ્સક્રાઇબ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે