તેજી સાથે બજાર ખૂલ્યું: #Sensex 202 તો નિફ્ટીમાં 54 પોઈન્ટનો ઉછાળો

તેજી સાથે બજાર ખૂલ્યું: #Sensex 202 તો નિફ્ટીમાં 54 પોઈન્ટનો ઉછાળો

બિઝનેસ સત્રના પ્રથમ દિવસે સોમવારે શેર બજાર તેજી સાથે ખૂલ્યું હતું. BSE ની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડક્સ 202.39 પોઈન્ટના ઉછાળા સાથે 36,396.69 પર ખૂલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ NIFTY 54.01 પોઈન્ટની તેજી સાથે 10,930.10 પર ખુલ્યો. શુક્રવારે સેંસેક્સ 23.89 પોઈન્ટ (0.07%)ના ઉછાળા સાથે 36,194.30, જ્યારે નિફ્ટી 22.05 પોઈન્ટ (0.20%)ની તેજી સાથે 10,880.75 બંધ થયો હતો. 

સવારે 9.19 વાગે BSE 186.54 પોઈન્ટની તેજી સાથે 36,380.84 પર ટ્રેંડ કરી રહ્યો હતો, જ્યારે NSE 54.05 પોઈન્ટની તેજી સાથે 10,930.70 પર ટ્રેંડ કરી રહ્યો હતો.

શરૂઆતી બિઝનેસમાં વેદાંતા લિમિટેડના શેરોમાં 3.91 ટકા, ટાટા સ્ટીલમાં 2.84 ટક, એનટીપીસીમાં 2.47 ટકા, હિંદુસ્તાન યૂનિલીવર લિમિટેડમાં 1.78 ટકા તો કોલ ઇન્ડિયામાં 1.62 ટકાની તેજી જોવા મળી હતી. તો બીજી તરફ ફાર્મા શેરોમાં 8.85 ટકા, મહિંદ્વા એન્ડ મહિંદ્વામાં 0.78 ટકા, ટાટા મોટર્સ ડીવીઆરમાં 0.75 ટકા, યસ બેંકમાં 0.62 ટકા, તો ટાટા મોટર્સમાં 0.52 ટકાનો ઘટાડો નોધાયો હતો. 

તો બીજી તરફ એનએસઇ પર હિંડાલ્કોના શેરોમાં 4.02 ટકા, વેદાંતા લિમિટેડમાં 3.80 ટકા, ટાટા સ્ટીલમાં 3.02 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલમાં 2.66 ટકા અને ઇન્ડિયા બુલ હાઉસિંગ ફાઈનાન્સમાં 2.35 ટકાની તેજી જોવા મળી. જ્યારે સન ફાર્માના શેરોમાં 9.09 ટકા, હિંદુસ્તાન પેટ્રોલિયમમાં 2 ટકા, આયશર મોટર્સમાં 1.21 ટકા, બીપીસીએલમાં 0.89 ટકા, તો આઇઓસીમાં 0.74 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news