Stock Market Opening: બજારમાં ઉતાર-ચડાવનો માહોલ, જાણો કયા શેરનું છે દમદાર પરફોર્મન્સ

અમેરિકી બજારમાં સતત ત્રીજા દિવસે નબળાઈની અસર ભારતીય શેરબજારોમાં પણ જોવા મળી રહી છે. 30 અંકવાળો સેન્સેક્સ 16.32 અંક ગગડીને 59014.98 સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી 2.20 પોઈન્ટ ચડીને 17579.70ના સ્તરે ખુલ્યો.

Stock Market Opening: બજારમાં ઉતાર-ચડાવનો માહોલ, જાણો કયા શેરનું છે દમદાર પરફોર્મન્સ

Stock Market Update: અમેરિકી બજારમાં સતત ત્રીજા દિવસે નબળાઈની અસર ભારતીય શેરબજારોમાં પણ જોવા મળી રહી છે.  30 અંકવાળો સેન્સેક્સ 16.32 અંક ગગડીને 59014.98 સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી 2.20 પોઈન્ટ ચડીને 17579.70ના સ્તરે ખુલ્યો. થોડીવાર રિકવરી રહ્યા બાદ ફરી બંને સૂચકઆંક લાલ નિશાનમાં પહોંચી ગયા અન મોટો કડાકો જોવા મળ્યો. 

હાલ બજારની સ્થિતિ
સવારે 9.45 વાગે સેન્સેક્સ 251.99 પોઈન્ટ ગગડીને 58779.31ના સ્તરે પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી 71.20 પોઈન્ટ તૂટીને 17506.30 પોઈન્ટના સ્તરે પહોંચી ગયો છે. આજે પણ બજારમાં ઉતાર ચડાવની સ્થિતિ જોવા મળી શકે છે. 

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેંક, એપોલો હોસ્પિટલ, આઈટીસી, સન ફાર્માના શેર જોવા મળી રહ્યા છે જ્યારે હાલ સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં ઈન્ડસઈન્ડ, આઈટીસી, સન ફાર્મા, પાવર ગ્રિડ કોર્પોરેશન, રિલાયન્સના શેર જોવા મળી રહ્યા છે. 

ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં આઈશર મોટર્સ, એશિયન પેઈન્ટ્સ, ડિવિસ લેબ્સ, ટાઈટન કંપની, મારુતિ સુઝિકીના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં એશિયન પેઈન્ટ્સ, ટાઈટન  કંપની, મારુતિ સુઝૂકી, લાર્સન, ભારતી એરટેલના શેર જોવા મળ્યા છે. 

વૈશ્વિક બજારના હાલ
અમેરિકી બજારમાં ત્રીજા દિવસે પણ સતત કડાકો જોવા મળ્યો. જેક્સન હોલ બેઠકની અસરના પગલે ડાઉ જોન્સ 154 પોઈન્ટ તૂટીને 32910 પર બંધ થયો જ્યારે નાસડેક સપાટ બંધ થયો. SGX નિફ્ટી 43 પોઈન્ટના ઘટાડા સાથે 17565ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ 45 પોઈન્ટ ગગડ્યો છે. ક્રૂડ ઓઈલ ચડીને ત્રણ અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news