મલ્ટીબેગર બની સુઝલોન, 1 લાખ રૂપિયાના બનાવી દીધા 24 લાખ, દેવા મુક્ત છે કંપની
સુઝલોન એનર્જીના સ્ટોકે છેલ્લા ચાર વર્ષમાં ઈન્વેસ્ટરોને 2300 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. કંપનીના શેર આ સમયમાં 2 રૂપિયાથી વધી 50 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. એક વર્ષમાં કંપનીના શેર 245 ટકા વધ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ વિન્ડ એનર્જીના બિઝનેસ સાથે જોડાયેલી કંપની સુઝલોન એનર્જી એક જબરદસ્ત ટર્નરાઉન્ડ સ્ટોરી છે. એક સમયે 17000 કરોડ રૂપિયાથી વધુના દેવામાં ડૂબેલી સુઝલોન એનર્જી હવે દેવા મુક્ત છે. સાથે કંપનીની પાસે અત્યાર સુધીના સૌથી વધુ ઓર્ડર છે. ઈન્વેસ્ટરોને રિટર્ન આપવાના મામલામાં પણ કંપનીપાછળ નથી. સુઝલોન એનર્જીએ છેલ્લા 4 વર્ષમાં ઈન્વેસ્ટરોને 2300 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. સુઝલોન એનર્જીના શેરનો 52 સપ્તાહનો હાઈ 52.19 રૂપિયા છે. જ્યારે કંપનીના શેરનું લો લેવલ 11.37 રૂપિયા છે.
1 લાખ રૂપિયાના બનાવી દીધા 24 લાખ રૂપિયા
સુઝલોન એનર્જીના શેર 3 એપ્રિલ 2020ના 2.02 રૂપિયા પર હતા. કંપનીના શેર 6 જૂન 2024ના આશરે 3 ટકાની તેજીની સાથે 49.67 રૂપિયા પર બંધ થયા છે. સુઝલોન એનર્જીના સ્ટોકે 4 વર્ષ અને 2 મહિનામાં ઈન્વેસ્ટરોને 2359 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. જો કોઈ ઈન્વેસ્ટરે 3 એપ્રિલ 2020ના સુઝલોન એનર્જીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાના રોકાણને બનાવી રાખ્યું હોત તો 1 લાખ રૂપિયાની વેલ્યૂ વધીને આજે 24.58 લાખ હોત. સુઝલોન એનર્જીના શેર 6 જૂને 50.45 રૂપિયાના લેવલ પર પહોંચ્યા હતા.
એક વર્ષમાં 245 ટકાની તેજી
સુઝલોન એનર્જીના સ્ટોકમાં છેલ્લા એક વર્ષમાં 245 ટકાની તેજી આવી છે. કંપનીના શેર 7 જૂન 2023ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 14.40 રૂપિયા પર હતા. સુઝલોન એનર્જીના શેર 6 જૂન 2024ના 49.67 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા બે વર્ષમાં કંપનીના શેરમાં 495 ટકાથી વધુની તેજી જોવા મળી છે. વિન્ડ એનર્જી બિઝનેસ સાથે જોડાયેલી કંપનીના શેર 3 જૂન 2022ના 8.34 રૂપિયા પર હતા. જ્યારે હવે 49.67 રૂપિયા પર પહોંચી ગયા છે. સુઝલોન એનર્જિનું માર્કેટ 67570 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. કંપનીનું માર્કેટ કેપ વર્ષ 2010માં 8000 કરોડ રૂપિયા રહી ગયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે