હવે એક SMSથી ભરી શકશો આ કેટેગરીના રિટર્ન, અહીં જાણો એકદમ સરળ રીત
Trending Photos
નવી દિલ્હી: ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને 'નીલ' રીટર્ન ફાઇલ કરનારા કરદાતા જુલાઈના પહેલા અઠવાડિયાથી એસએમએસ દ્વારા માસિક અને ત્રિમાસિક વેચાણ 'જીએસટીઆર -1' મોકલી શકશે. કેન્દ્રિય પરોક્ષ ટેક્સ તેમજ કસ્ટમ્સ બોર્ડ (CBIC)એ આ વિશે માહિતી આપી હતી.
સીબીઆઇસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પગલાથી 12 લાખથી વધારે નોંધાયેલા કરદાતાઓ માટે જીએસટી પાલનને સરળ બનાવશે. અત્યારે આ કરદાતાઓએ શેર કરેલા પોર્ટલ પર દર મહિને અથવા દર ત્રિમાસિકમાં તેમના ખાતામાં લોગ ઇન કરવું પડશે અને ત્યારબાદ વેચાણ વિગતો ફોર્મ 'જીએસટી રીટર્ન -1' ફાઇલ કરવું પડશે.
સીબીઆઈસીએ કહ્યું કે, જીએસટીઆર -1 ફાઇલ કરવા ઇચ્છુક કરદાતાઓએ એસએમએસ સુવિધા શરૂ કરવા માટે 14409 પર એસએમએસ મોકલવો પડશે. સીબીઆઈસીએ જણાવ્યું હતું કે, આ રીતે ફાઇલ કરેલી વિગતો તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 'વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી)' મોકલીને ચકાસી શકાય છે.
આ રીતે કરી શકશો ટ્રેક
વ્યવસાયના જીએસટી પોર્ટલ પર તમારા જીએસટીઆઇએન એકાઉન્ટમાં લોગ ઇન કરી અને Services>Returns>Track Return Status પર જઈ ફિલ્ડ સ્ટેટમેન્ટ અથવા રિટર્ન એપ્લીકેશનની સ્થિતિના વેરિફિકેશન પર જોઈ શકો છો. SMS દ્વારા દ્વારા શૂન્ય માસિક જીએસટીઆર-3બી રિટર્ન ફાઇલ કરવાની સુવિધા 8 જૂન, 2020થી ઉપલબ્ધ કરાઈ છે. શૂન્ય ફોર્મ જીએસટીઆર-3બી વાળા કરદાતાઓ વળતર ભરવા માટે એસએમએસ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
આ રીતે મોકલો SMS
SMSની સુવિધા શરૂ કરવા માટે ટેક્સપેયર્સને NIL<space>R1<space>GSTIN number<space>Tax period (in MMYYYY)ના ક્રમમાં મેસેજ લખી 14409 પર SMS મોકલવાનો હોય છે.
ઉદાહરણ માટે: NIL R1 09XXXXXXXXXXXZC 042020 (એપ્રિલ, 2020ના માસિક રિટર્ન માટે) અથવા NIL R1 09XXXXXXXXXXXZC 062020 (એપ્રિલ-જૂન, 2020ના ત્રિમાસિક રિટર્ન માટે).
ત્યારબાદ તેમણે 30 મિનિટની વેલિડિટીની સાથે 6 અંકોનો કોડ મળશે અને CNF<space>R1<space> CODEને 14409 પર મોકલી તેમનું શૂન્ય સ્ટેટમેન્ટ ફાઇલને કન્ફર્મ કરી શકાય છે.
કોડના કન્ફર્મ થવા પર રિટર્ન ફાઇલ થઈ જશે અને કરદાતાઓને એસએમએસના માધ્યમથી રિસીવિંગ મળી શકે છે.
તમામ સ્પેપ્સને પૂરા કર્યા બાદ ટેક્સપેયર જીએસટીઆર-3બી ફોર્મમાં તેમનું શૂન્ય રિટર્ન ભરી શકીએ છે. (પીટીઆઇ-ભાષાથી ઇનપુટ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે