TDS ભરનારા માટે સારા સમાચાર, ઇન્કમટેક્સ વિભાગે કરી મહત્વપૂર્ણ જાહેરાત
કોરોના વાયરસ (Coronavirus)ને ધ્યાનમાં રાખી લોકડાઉનના લીધે ઇન્કમ ટેક્સ વિભાગ (Income Tax) એ વ્યક્તિગત લોકોને ચાલૂ નાણાકીય વર્ષ માટે 15 G અને 15 H ફોર્મ ભરવાની 30 જૂનની સમયમર્યાદાને વધારી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ને ધ્યાનમાં રાખી લોકડાઉનના લીધે ઇન્કમ ટેક્સ વિભાગ (Income Tax) એ વ્યક્તિગત લોકોને ચાલૂ નાણાકીય વર્ષ માટે 15 G અને 15 H ફોર્મ ભરવાની 30 જૂનની સમયમર્યાદાને વધારી દીધી છે. તમને જણાવી દઇએ કે આ ફોર્મ વ્યાજ આવકના સ્ત્રોત પર કપાત એટલે કે ટીડીએસમાંથી છૂટ મેળવવા માટે ભરવાનું ઓય છે. કોવિડ-19ને ધ્યાનમાં રાખતા લોકોને પડી રહેલી મુશ્કેલીઓને જોતાં આ પગલું ભર્યું છે.
સીબીડીટી દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ગત નાણાકીય વર્ષમાં જમા કરવામાં આવેલા 15 G અને 15 H ફોર્મ 30 જૂન 2020 સુધી માન્ય રહેશે. સીબીડીટીએ કહ્યું કે લોકડાઉનના લીધે કેટલાક લોકો સમયસર ફોર્મ જમા કરાવી શક્યા નથી. એવામાં કોઇ ટેક્સ ચૂકવવાનો થતો ન હોય પરંતુ તેનો ટીડીએસ કપાઇ જશે. લોકોને આવી કોઇ મુશ્કેલીનો સામનો કરવો ન પડે એટલા માટે સરકારે આ પગલું ભર્યું છે.
સીબીડીટીએ કહ્યું કે કોઇ વ્યક્તિએ નાણાકીય વર્ષ 2019-20 માટે બેન્ક અતહ્વા અન્ય નાણાકીય સંસ્થાઓ પાસે માન્ય 15 G અને 15 H ફોર્મ જમા કરાવ્યા હોય તો તે આ નાણાકીય વર્ષ 2020-21 માટે 300 જૂન 2020 સુધી માન્ય રહેશે. જ્યારે ફોર્મ 15 H વરિષ્ઠ નાગરિકોને જમા કરાવવાનું હોય છે અને ફોર્મ 15 G એવા લોકોને જમા કરાવવાનું હોય છે જેના લીધે કરપાત્ર આવક છૂટની સીમા કરતાં ઓછી હોય છે.
પોતાના એક અન્ય આદેશમાં સીબીડીટીએ કહ્યું કે જે ટેક્સપેયરોએ 2019-20માં નિચલી દર-શૂન્ય કપાત-સ્ત્રોત પર ટેક્સ કપાતના સંગ્રહ અથવા સ્ત્રોત પર ટેક્સ સંગ્રહ માટે પ્રમાણપત્ર જાહેર કરી અરજી કરી છે, હવે તેમને આ પ્રકારનું પ્રમાણપત્ર પેન્ડીંગ રહેવાની સૂચના ઇન્કમ ટેક્સ અધિકારીને ઇ-મેલ દ્વારા આપવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે