ગુજરાતના હાઈવે પર આવેલી આ 27 હોટલો પર નહિ રોકાય એસટી બસ, GSRTC નો મોટો નિર્ણય
Gujarat Hotel Name Row : GSRTC નો મહત્વનો નિર્ણય... ST વિભાગે હાઈવે પરની 27થી વધુ હોટલ ડિલીસ્ટ કરી... ગંદકીના પગલે 27 હોટલના બસ સ્ટોપ બંધ કરાયા... મુસાફરોની સુવિધા અને સ્વચ્છતા માટે પગલું ભરાયું... તમામ બસ સ્ટોપ અને હોટલ પર નજર રાખવા માટે સૂચના... મુસાફરોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે
Trending Photos
Licenses Of 27 Hotels On Highway Cancelled : હાઈવે પર મુસાફરોને લૂંટતી ગુજરાતની 27 હોટલોને ડિલિસ્ટ કરવામાં આવી છે. ગુજરાતમાં ST બસના મુસાફરોને લુંટતી હાઇવે પરની હોટલો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 27 જેટલી હોટલ ગ્રાહકોને લૂંટતી હોવાની વાત વાહનવ્યવહાર નિગમના ધ્યાને આવી હતી, જેથી તેમને ડિલીસ્ટ કરવામા આવી છે.
ગાંધીનગર રાજ્યના એસ.ટી બસના મુસાફરોને લુંટતી હાઇવે હોટલો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને લુંટતી હોટલો અને ડિલીસ્ટ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન 27 થી વધુ હોટલોને ડિલીસ્ટ કરાઈ છે. હવે આ તમામ હાઈવે હોટલો ઉપર એસટીની બસો ઊભી રાખી શકાશે નહીં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુસાફરો પાસેથી હોટલો મન ફાવે તેવા ભાવો લઈને લૂંટ ચલાવતી હતી. આગામી દિવસોમાં ફરિયાદોને આધારે આવી હોટલો સામે કાર્યવાહી થશે.
GSRTC ने गंदगी और अस्वच्छता के कारण 27 होटलों पर बस रोकना हमेशा के लिए बंद कर दिया है!
हमारे यात्रियों की सुविधा और स्वच्छता के लिए यह कदम उठाया गया है। हमने अपने विभाग को निर्देश दिया है कि वे अन्य सभी बस स्टॉप और होटलों पर निगरानी रखें ताकि वे नियमों का पालन करें और यात्रियों… pic.twitter.com/076MFQ3600
— Harsh Sanghavi (@sanghaviharsh) January 23, 2025
27 હોટલ પર કાર્યવાહી
રાજ્યના વિવિધ વિસ્તારોમાં પરિવહનની સેવા આપતી GSRTC બસોના અલગ-અલગ રૂટ પર હાઇવે પરની હોટેલો પર હોલ્ટ રખાય છે. જેમાં લાંબી મુસાફરી કરતાં લોકો સ્વખર્ચે ચા-નાસ્તા, ભોજન સહિતની સુવિધા હોટેલો પર મેળવી શકે. આ દરમિયાન રાજ્યના અમુક હાઇવે પર હિન્દુ નામ વાળી મુસ્લિમ માલિકો ધરાવતી 27 જેટલી હોટેલો સામે GSRTCએ કાર્યવાહી કરી છે.
આ રહ્યું આખું લિસ્ટ
- અમદાવાદ-પાલનપુર (રોનક હોટલ)
- અમદાવાદ-સુરત (રોનક હોટલ)
- સુરત-અમદાવાદ (બસેરા હોટલ)
- અમદાવાદ-સુરત (રોનક હોટલ)
- અમદાવાદ-બાલાસિનોર ગોધરા-ઝાલોદ (શ્રીજી હોટલ)
- સુરત-અમદાવાદ-ભરૂચ-સુરત-અમદાવાદ (તુલસી હોટલ)
- અમદાવાદ-ગોધરા-દાહોદ (વાયા ડાકોર) (રંગોલી હોટલ)
- ભરૂચ-સુરત-અમદાવાદ (મારુતિ હોટલ)
- પાલનપુર-અમદાવાદ (વાયા સિદ્ધપુર) (માનસી હોટલ)
- પાલનપુર-અમદાવાદ (રિલિફ હોટલ)
- ભરૂચ-અમદાવાદ-સુરત (ડાયમંડ હોટલ)
- વડોદરા-ગોધરા-મોડાસા (હોટલ વૃંદાવન)
- અમદાવાદ-ધ્રાંગધ્રા-ભુજ (સર્વોદય હોટલ)
- સુરત-અમદાવાદ (વિશાલા હોટલ)
- અમદાવાદ-મહેસાણા-પાલનપુર (ગુરુકૃપા હોટલ)
- સુરત અમદાવાદ (સતીમાતા હોટલ)
- વડોદરા-અમદાવાદ - સુરત (સ્વાજી ધર્મશાળા)
- ભુજ-ધ્રાંગધ્રા-અમદાવાદ (શિવશક્તિ હોટલ)
- અમદાવાદ-મહેસાણા-પાલનપુર (આસોપાલવ હોટલ)
- અમદાવાદ-સુરત (ગેલેક્સી ઇન હોટલ)
- અમદાવાદ-રાજકોટ (સૂર્યોદય અને રૂમ)
- અમદાવાદ - સુરત (સહયોગ ધર્મશાળા હોટલ)
- રાધનપુર-ભુજ (નવરંગ અને રેસ્ટોરન્ટ)
- દાહોદ-વડોદરા-સુરત (કિસ્મત કાઠિયાવાડી દેલોલ)
- અમદાવાદ-પાલનપુર-આબુરોડ (ફૂડ લેન્ડ અને ગેસ્ટ હાઉસ)
- અમદાવાદ-બાલાસિનોર-વરધારી-લુણાવાડા (કિસ્મત કાઠિયાવાડી,બાલાસિનોર)
એસટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે, હવેથી હાઈવે પર મુસાફરોને લૂંટતી હોટલોવાળા ચેતી જજો નહીં તો ફરિયાદ મળશે તેમ કડક કાર્યવાહી કરાશે.
આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કહ્યું કે, GSRTCએ ગંદકી અને અસ્વચ્છતાને કારણે 27 હોટલોમાં બસો રોકવાનું કાયમી ધોરણે બંધ કરી દીધું છે! આ પગલું અમારા મુસાફરોની સુવિધા અને સ્વચ્છતા માટે લેવામાં આવ્યું છે. અમે અમારા વિભાગને અન્ય તમામ બસ સ્ટોપ અને હોટલ પર નજર રાખવા માટે સૂચના આપી છે જેથી તેઓ નિયમો અને મુસાફરોનું પાલન કરે.
શરતો તોડશે તેની સામે પગલા લેવાશે
તેમણે વધુમાં જણાવ્યું કે, ST રાજ્યના નાગરિકોની સેવા માટે ચાલતી સંસ્થા છે. જ્યાં 27 લાખ લોકો રોજ મુસાફરી કરે છે. GSRTC એ હોટેલ્સ માટે જે નિયમો બનાવ્યા છે. સ્વચ્છતા, જમવાના નિયત નિયમો લાગુ કરવાના છે. આ અમારી રૂટિન કામગીરી છે. જે લોકો ટોયલેટ સાફ ન રાખતા હોય, ગંદકી કરતા હોય, લોકો પાસે જમવાના વધુ પૈસા લેવામાં આવતા હોય તેવી હોટેલ સામે પગલાં લેવામાં આવ્યા છે. આ હોટેલના મલિક કોઈ પણ ચોક્કસ જ્ઞાતિના નથી. આ વર્ષ દરમિયાન જે ફરિયાદ મળી તે માટે અમે પ્રોફેશનલી પગલાં લીધા છે. યાત્રીઓને કરાર આધારિત તમામ સુવિધા મળતી જોઈએ. આ માટે ચાર કે પાંચ જ શરતો છે જેને તોડવામાં આવશે તો પગલાં લેવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે