Penny Stock: 3 રૂપિયાના સ્ટોકે કર્યો કમાલ, રોકાણકારોના પૈસા 15 દિવસમાં થયા બમણા
Double Money Stock: આજે અમે તમને એક એવા પેની સ્ટોર વિશે જણાવી રહ્યા છીએ, જેણે રોકાણકારોના પૈસા માત્ર 15 દિવસમાં ડબલ કરી દીધા છે.
Trending Photos
Multibagger Penny Stock: જો તમે પણ શેર માર્કેટમાંથી ઇનકમ બનાવવાનો પ્લાન કરી રહ્યા છો તો આજે અમે તેમને એક એવા પેની સ્ટોક વીશે જણાવી રહ્યા છીએષ જેણે રાકાણકારોના પૈસા માત્ર 15 દિવસમાં જ ડબલ કરી દીધા છે. વર્ષ 2020 બાદ ઘણા પેની સ્ટોક્સે રોકાણકારોને બમ્પર ફાયદો કરાવ્યો છે.
15 દિવસમાં 1 લાખના થઈ ગયા 2 લાખ
આ સ્ટૉકનું નામ DCM ફાયનાન્સિયલ સર્વિસિસ છે. જેણે માત્ર 15 દિવસમાં રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. આ શેરે 15 દિવસમાં રોકાણકારોને 101 ટકા વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે 15 દિવસ પહેલા આ સ્ટૉકમાં 1 લાખનું રોકાણ કર્યું હોય તો તેના પૈસા 2 લાખ થઈ જશે.
શેરની કિંમતમાં 4 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો
આ શેરની કિંમતમાં 4.44 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જે બાદ આજે શેરનું બંધ 7.05ના સ્તર પર પણ થયું હતું. તે જ સમયે છેલ્લા 5 દિવસમાં શેરના કિંમતમાં 19.49 ટકાનો વધારો થયો છે.
જાણો એક મહિનામાં સ્ટોક કેટલો વધ્યો?
જો એક મહિના પહેલાની વાત કરવામાં આવે તો 10 ઓગસ્ટના રોજ આ શેરની કિંમત 3.60ના સ્તર પર થઈ હતી. તે જ સમયે શેરમાં એક મહિનામાં 95.83 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન શેરમાં રૂ. 3.45નો વધારો થયો છે. છેલ્લા 6 મહિનાના ચાર્ટ પર નજર કરીએ તો શેરમાં 80.77 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
1 વર્ષમાં શેર 206 ટકા વધ્યો
YTD સમયની વૃદ્ધિને જોતાં શેરમાં 5.53 ટકાનો વધારો થયો છે. તે જ સમયે જો તમે છેલ્લા એક વર્ષમાં ચાર્ટ પર નજર નાખો. તો 9 સપ્ટેમ્બર,2021ના રોજ શેરનું મૂલ્ય 2.30ના સ્તરે હતું. એક વર્ષમાં કંપની શેરમાં 206.52 ટકાનો વધારો થયો છે. આ સમયગાળામાં સ્ટોક 4.75ના સ્તરે પહોંચી ગયો છે.
52 સપ્તાહનું નીચું અને રેકોર્ડ સ્તર
છેલ્લા 52 સપ્તાહનું રેકોર્ડ સ્તર 7.05 છે. આ સિવાય 52 સપ્તાહનું લો લેવલ રૂ. 2.25 છે. કંપનીના શેરે 22 માર્ચ, 2018 થી રોકાણકારોને 227.91 ટકા વળતર આપ્યું.
નોંધ- અહીં માત્ર સ્ટોકની કામગીરીની માહિતી આપવામાં આવી છે, તે રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે