Indian Railways: હવે તમારી ટ્રેન ટિકિટ પર કોઈ બીજું પણ કરી શકશે મુસાફરી! આ સુવિધા વિશે જાણો

Indian Railways: જો તમારી પાસે ટ્રેનની કન્ફર્મ ટિકિટ છે અને તમે કોઈ કારણોસર મુસાફરી કરી શકો તેમ ના હોય તો આ ટિકિટ તમે તમારા પરિવારના કોઈ પણ સભ્ય અથવા કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકો છો.

Indian Railways: હવે તમારી ટ્રેન ટિકિટ પર કોઈ બીજું પણ કરી શકશે મુસાફરી! આ સુવિધા વિશે જાણો

નવી દિલ્લીઃ ભારતીય રેલવે મુસાફરોને પોતાની ટિકિટ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરવાની આપે છે સુવિદ્યા, શું તમે આ સુવિદ્યા વિશે જાણો છો? નથી જાણતા? તો ધ્યાનથી સમજીલો આ પ્રક્રિયા. જો તમારી પાસે ટ્રેનની કન્ફર્મ ટિકિટ છે અને તમે કોઈ કારણોસર મુસાફરી કરી શકો તેમ ના હોય તો આ ટિકિટ તમે તમારા પરિવારના કોઈ પણ સભ્ય અથવા કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકો છો.

રેલવે મુસાફરો માટે ખાસ સુવિધા:
રેલવેમાં મુસાફરી કરનારા મુસાફરો માટે હંમેશા એક સમસ્યા રહેતી હોય છે કે તેઓ બુકીંગ કરાવે છે અને ત્યાર બાદ તેમને કોઈ કામ આવી જાય તો કેન્સલ કરાવી પડે છે. આ સિવાય જો કોઈને તમારી જગ્યાએ મોકલવો હોય તો તમારે તેની નવી ટિકિટ લેવી પડે છે અને ત્યારે કન્ફર્મ ટિકિટ મેળવવી તે ખૂબ મુશ્કેલ હોય છે જેથી આ સુવિદ્યા રેલવે આપે છે જો કે આ સુવિદ્યા ઘણા સમયથી છે પરંતુ ખૂબ ઓછા લોકોને આની જાણકારી છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે તમે રેલવેની આ સુવિદ્યાનો કેવી રીતે લાભ લઈ શકો છો.

તમારી ટિકિટ પરિવારના સભ્યોને કરો ટ્રાન્સફર:
કોઈ મુસાફર પોતાની કન્ફર્મ ટિકિટ પોતાના પરિવારના કોઈ પણ અન્ય સભ્ય જેમ કે પિતા, માતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પતિ અને પત્નીના નામ પર ટ્રાન્સફર કરી શકો છો. આ માટે મુસાફરને ટ્રેન ઉપડવાના 24 કલાક  પહેલા એક રિક્વેસ્ટ આપવાની હોય છે. રિકવેસ્ટ મળ્યા બાદ રેલવે તે ટિકિટ પર પહેલા મુસાફરનું નામ હટાવીને બીજા મુસાફરનું નામ લખી દે છે.

24 કલાક પહેલા આપવાની હોય છે અરજી:
જો મુસાફર કોઈ સરકારી કર્મચારી છે અને પોતાની ડ્યૂટી માટે જઈ રહ્યો છે તો તેને ટ્રેન ઉપડ્યાના 24 કલાક પહેલા રિકવેસ્ટ આપવી પડે છે. આ ટિકિટ તે વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવશે જે નામની રિકવેસ્ટ આપવામાં આવી છે. જો કોઈ લગ્નમાં જવા વાળા મુસાફરોના સામે આવી સ્થિતિ ઉભી થાય છે તો, લગ્ન કે પાર્ટીના આયોજકે જરૂરી દસ્તાવેજ સાથે 48 કલાક પહેલાં આવેદ કરવાનું હોય છે. આ સુવિદ્યા તમને ઓનલાઈન પણ મળી શકે છે. આ સુવિદ્યા NCC કેડેટ્સને પણ મળે છે.

માત્ર એક જ વખત મળે છે તક:
ભારતીય રેલવેનું કહેવું છે કે, ટિકિટનું ટ્રાન્સફર માત્ર એક જ વખત કરી શકાય છે. જો મુસાફરે પોતાની ટિકિટ બીજાના નામે ટ્રાન્સફર કરી દીધી તો ફરી તે ટિકિટ બીજા કોઈના નામે ટ્રાન્સફર થઈ શકતી નથી.

આવો જાણીએ કે કેવી રીતે પોતાની ટિકિટને કોઈ બીજાને ટ્રાન્સફર કરી શકાય છે.

કેવી રીતે કરીએ Train Ticket ટ્રાન્સફર?
1. ટિકિટનું પ્રિન્ટ આઉટ નિકાળો .
2. નજીકના રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર જાઓ.
3. જેના નામે ટિકિટ ટ્રાન્સફર કરવાની છે તેમનું ID લઈને જવું પડશે.
4. કાઉન્ટર પર ટિકિટ માટે એપ્લાય કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news