ગુજરાતના 28 ઉદ્યોગપતિ આપબળે બન્યા અબજોપતિ, ગૌતમ અદાણી મોખરે
બાર્કલેઝ હુરુન ઈન્ડિયા રિચલિસ્ટે વર્ષ 2018ના જાહેર કરેલા આંકડામાં આ માહિતી સામે આવી છે. જે ગુજરાતના 58 અબજોપતિની યાદી જાહેર કરાઈ છે તેમાં 28 અબજોપતિ આપબળે અબજોપતિ બનેલા છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાતના 58 ધનકુબેરોની યાદીમાં અદાણી એન્ટરપ્રાઈસના ગૌતમ અદાણી રૂપિયા 71 હજાર 800 કરોડની પ્રોપર્ટી સાથે સૌથી મોખરે છે, તો ભારતના 831 અબજોપતિની યાદીમાં ગૌતમ અદાણીનો ક્રમ 8મો છે. બીજા નંબરની વાત કરીએ તો ગુજરાતના ધનકુબેરમાં કેડિલા હેલ્થકેરના પંજક પટેલ 32 હજાર 100 કરોડની સંપત્તિ સાથે બીજા નંબરે છે. જ્યારે આખા ભારતની યાદીમાં પંકજ પટેલ 22માં ક્રમે છે.
બાર્કલેઝ હુરુન ઈન્ડિયા રિચલિસ્ટે વર્ષ 2018ના જાહેર કરેલા આંકડામાં આ માહિતી સામે આવી છે. જે ગુજરાતના 58 અબજોપતિની યાદી જાહેર કરાઈ છે તેમાં 28 અબજોપતિ આપબળે અબજોપતિ બનેલા છે. તો આ યાદીમાં આઈટી સેક્ટર અને સર્વિસ સેક્ટરના અબજોપતિની સંખ્યા પણ વધારે છે. 58 અબજોપતિમાંથી 49 લોકો અમદાવાદમાં રહે છે. તો 5 લોકો રાજકોટમાં, 3 લોકો સુરતમાં અને 1 વ્યક્તિ વડોદરામાં રહે છે.
ગુજરાતના ધનકુબેરો
નામ | કુલ સંપત્તિ (કરોડમાં) | કંપની |
ગૌતમ અદાણી પરિવાર | 71,800 કરોડ | અદાણી એન્ટરપ્રાઈસ |
પંકજ પટેલ | 32,100 કરોડ | કેડિલા હેલ્થકેર |
ભદ્રેશ શાહ | 9,700 કરોડ | AIA એન્જિનિયરિંગ |
કરસન પટેલ | 9,600 કરોડ | નિરમા |
સમીર મહેતા | 8,300 કરોડ | ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ |
સુધીર મહેતા | 8,300 કરોડ | ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ |
રાકેશ ક.પટેલ | 5,900 કરોડ | નિરમા |
સંદીપ પ્રવીણભાઈ | 5,300 કરોડ | એસ્ટ્રાલ પોલીટેકનિક |
સંજય એસ.લાલભાઈ | 4,900 કરોડ | અરવિંદ |
અચલ બકેરી-પરિવાર | 4,800 કરોડ | સિમ્ફની |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે