ચંદા કોચરના રાજીનામાનું કારણ આવ્યું સામે, બેંક પણ ન બચાવી શકી CEOને
આઇસીઆઇસીઆઇ (ICICI) બેંકના પૂર્વ પ્રમુખ ચંદા કોચરની સમાવેશ એશિયાની શક્તિશાળી મહિલાઓમાં થાય છે
Trending Photos
મુંબઈ : એશિયાની શક્તિશાળી મહિલઓમાં શામેલ આઇસીઆઇસીઆઇ (ICICI) બેંકની પૂર્વ પ્રમુખ ચંદા કોચરે આખરે રાજીનામું આપી દીધું છે અને હવે એનું કારણ જાહેર થયું છે. ચંદા કોચર 18 જૂન, 2018થી રજા પર હતા. મીડિયા રિપોર્ટમાં હવે આ રાજીનામા પાછળના અનેક કારણ સામે આવ્યા છે. માનવામાં આવે છે કે આ લોન કૌભાંડની તપાસ રિપોર્ટ ચંદાની વિરૂદ્ધમાં છે એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વીડિયોકોન-આઇસીઆઇસીઆઇ બેંક લોન વિવાદની તપાસ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધિશ બી.એન. શ્રીકૃષ્ણા કરી રહ્યા છે અને હજી આ તપાસનો અંત નથી આવ્યો.
એક અન્ય કારણ પ્રમાણે ચંદા કોચર જૂન મહિનાથી રજા પર હતા અને તેમની વિરૂદ્ધ તપાસમાં લાંબો સમય લાગી રહ્યો હતો. આ પરિસ્થિતિમાં બેંકના શેયર પર નેગેટિવ અસર પડી રહી હતી અને ભાવ પડી રહ્યો હતો. આ રાજીનામાથી મોટો ફાયદો એ થયો છે કે ચંદા કોચર બેંકની આચારસંહિતાથી મુક્ત થઈ ગયા છે અને કંઈ પણ કામ કરી શકે છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિના સમાચાર પ્રમાણે આઇસીઆઇસીઆઇ બેંકે ગુરુવારે તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો હતો. આ રાજીનામા સાથે જ ચંદાનો બેંક સાથેનો 34 વર્ષ જૂનો સંબંધ તુટી ગયો હતો. તેમની જગ્યાએ હવે સંદીપ બક્ષીને 5 વર્ષ માટે નવા સીઇઓ બનાવવામાં આવ્યા છે. ચંદા કોચર પર આરોપ છે કે તેમણે આઇસીઆઇસીઆઇ બેંકના નિયમો નેવે મુકીને વીડિયોકોન ગ્રૂપને લોન અપાવી હતી જેના કારણે તેમના પતિ દીપિક કોચરની કંપની ન્યૂપાવર રિન્યૂએબલ્સને ફાયદો થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે