SBI એ જાહેર કર્યું નવું એલર્ટ, જલદી જાણી લો નહીતર થઇ શકે છે પરેશાની
SBI એ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને કહ્યું કે '4 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:35 વાગ્યાથી 5 સપ્ટેમ્બરના રોજ 01:35 વાગ્યા સુધી મેંટેનેંસ યોનો બિઝનેસ (YONO Business) અને આઇએમપીએસ (IMPS) અને UPI સેવાઓ ઉપલબ્ધ રહેશે નહી.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંક (State Bank of India) એ પોતાના 44 કરોડ કસ્ટમર્સ માટે નવું નોટિફિકેશન (New Notification) જાહેર કર્યું છે. તેમાં 4 અને 5 સપ્ટેમ્બરના રોજ થોડા કલાકો માટે ઇન્ટરનેટ બેકિંગ સહિત 7 પ્રકારની સર્વિસીઝ બાધિત રહેવાની જાણકારી આપી છે, જેને જાણવી તમારા માટે જરૂરી છે.
SBI એ ટ્વીટ કરી આપી જાણકારી
SBI એ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને કહ્યું કે '4 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:35 વાગ્યાથી 5 સપ્ટેમ્બરના રોજ 01:35 વાગ્યા સુધી મેંટેનેંસ યોનો બિઝનેસ (YONO Business) અને આઇએમપીએસ (IMPS) અને UPI સેવાઓ ઉપલબ્ધ રહેશે નહી.
જુલાઇમાં પણ બાધિત થઇ હતી સેવાઓ
આ પહેલાં 16 અને 17 જુલાઇ માટે પણ એસબીઆઇએ એવું જ એલર્ટ જાહેર કર્યું હતું, જેને પછી 10 વાગ્યાથી 45 મિનિટથી મોડી રાત્રે 1: 15 વાગ્યા સુધી (150 મિનિટ) માટે સેવાઓ ઉપલબ્ધ ન હતી. એસબીઆઇ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આ સર્વિસિઝ UPI પ્લેટફોર્મને અપગ્રેડ કરવા માટે બાધિત કરવામાં આવી, જેથી કસ્ટમર એક્સપીરિંએન્સને સારો કરવામાં આવે. જેવું જ કામ પુરૂ થઇ ગયું સર્વિસ ફરીથી રિસ્ટાર્ટ કરી દેવામાં આવી.
We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/GXu3UCTSCu
— State Bank of India (@TheOfficialSBI) September 3, 2021
તમને જણાવી દઇએ કે દર વખતે બેંક તરફથી ગ્રાહકોને પૂર્વમાં જ આ સૂચના આપવામાં આવે છે જેથે તે પોતાના જરૂરી કામ સમયસર પતાવી શકે. ઓફિશિયલ વેબસાઇટ અનુસાર હાલમાં એસબીઆઇ યોનો પાસે કુલ 3.5 કરોડ રજિસ્ટર્ડ યૂઝર્સ છે. ગ્રાહકોની આટલી મોટી સંખ્યાના કારણે જ એસબીઆઇ રાતના સમયે મેન્ટેનસનું કામ કરે છે જેથે ઓછામાં ઓછી સંખ્યામાં ગ્રાહકો પ્રભાવિત થાય. એસબેઆઇના કુલ યૂપીઆઇ યૂઝર્સની સંખ્યા 13.5 કરોડથી વધુ છે. તેમાંથી ઇન્ટરનેટ બેકિંગ ગ્રાહકોની સંખ્યા 8.5 કરોડ અને મોબાઇલ બેકિંગ યૂઝર્સની સંખ્યા 1.9 કરોડ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે