આદિપુરૂષઃ 20 સ્ક્રીન્સ પર એક સાથે રિલીઝ થશે ફિલ્મ, 500 કરોડને પાર પહોંચ્યું બજેટ!
ફિલ્મના મેકર્સ એટલા ઉત્સુક છે કે તેનું બજેટ 450 કરોડ રૂપિયાના આંકડાને પાર પહોંચી ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પૂરી થતાં આશરે 500 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જશે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રભાસ અને સૈફ અલી ખાનની ફિલ્મ 'આદિપુરૂષ'ની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. રામાયણની કહાની પર આધારિત આ ફિલ્મમાં દરેક વસ્તુને લાર્જર ધેન લાઇફ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ફેન્સ પ્રથમવાર મોટા પડદા પર રામાયણના પાત્રોને આટલી ભવ્ય રીતે જોઈ શકશે. ફિલ્મના મેકર્સ એટલા ઉત્સુક છે કે તેનું બજેટ 450 કરોડ રૂપિયાના આંકડાને પાર પહોંચી ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પૂરી થતાં આશરે 500 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જશે.
આટલી ભાષામાં રિલીથ થશે આદિપુરૂષ
જ્યારે મેકર્સ આટલા વધુ રૂપિયા ફિલ્મ પર ખર્ચ કરી રહ્યાં છે તો સ્પષ્ટ છે કે તેની કમાણીનું પ્લાનિંગ પણ હોવું જરૂરી છે. એક રિપોર્ટ પ્રમાણે મેકર્સ ફિલ્મને ભારતમાં અલગ-અલગ ભાષામાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યાં છે. એટલું જ નહીં વિદેશોમાં પણ ફિલ્મ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. અંગ્રેજી સિવાય ચાઇનીઝ અને જાપાની ભાષામાં તેને રિલીઝ કરવામાં આવી શકે છે.
20,000 થિએટર્સમાં એક સાથે થશે રિલીઝ
ફિલ્મના બજેટને જોતા પાયરેસીને રોકવી પણ મોટો પડકાર હશે. ઓમ રાઉતના દિગ્દર્શનમાં બની રહેલા ફિલ્મને પાયરેસીથી બચાવવા માટે મેકર્સ એક સાથે દેશ અને દુનિયામાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મને કુલ 15 ભાષામાં ડબ કરવામાં આવશે અને પછી એક સાથે 20,000 થી વધુ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.
કેવો હશે ફિલ્મના પાત્રોનો કુલ?
જ્યાં સુધી ફિલ્મના પાત્રોની વાત છે તો પ્રભાસ શ્રીરામના રોલમાં જોવા મળશે, જ્યારે સૈફ અલી ખાન રાવણનો રોલ પ્લે કરી રહ્યો છે. અત્યાર સુધી માત્ર ફિલ્મનું પોસ્ટર જ રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં મેકર્સે લોગો અને કહાની સાથે જોડાયેલી કેટલીક રિવીલ કરી છે. અત્યાર સુધી ફિલ્મ સાથે જોડાયેલા પાત્રોનો લુક પણ જાહેર કરવામાં આવ્યો નથી. જેના માટે ફેન્સ રાહ જોઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે