Drugs Party: બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત 8ની અટકાયત, Video
બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આયર્ન ખાન સહિત આઠ લોકોની કથિત રેવ પાર્ટી સંદર્ભે એનસીબીએ અટકાયત કરી છે. હાલ આ તમામ લોકોની એનસીબી પૂછપરછ કરી રહી છે. કહેવાય છે કે આ પાર્ટીમાં બોલીવુડ, ફેશન અને બિઝનેસ સંલગ્ન અનેક મોટામાથા સામેલ થયા હતા.
Trending Photos
મુંબઈ: બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત આઠ લોકોની કથિત રેવ પાર્ટી સંદર્ભે એનસીબીએ અટકાયત કરી છે. હાલ આ તમામ લોકોની એનસીબી પૂછપરછ કરી રહી છે.
NCB ચીફનો મોટો દાવો
આ મામલે એનસીબીના ચીફ એસ એન પ્રધાને કહ્યું કે 'બે અઠવાડિયા સુધી ચાલેલી તપાસનું આ પરિણામ છે. આ માટે અમે ગુપ્ત બાતમીઓ પર કાર્યવાહી કરી અને તેમાં કેટલીક બોલીવુડ લિંકની સંડોવણી સામે આવી છે. આ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યું. આ મામલે તપાસ ચાલુ છે.'
એનસીબીએ પોતાના ખાસ ઈનપુટ પર બે ઓક્ટોબરના રોજ આ ઓપરેશન લોન્ચ કર્યું હતું. આ દરમિયાન તમામ સંદિગ્ધોની તલાશી લેવાઈ. મળતી માહિતી મુજબ રેડમાં પ્રતિબંધિત ડ્રગ MDMA/ Ecstasy, કોકીન, એડી (મેફેડ્રોન) જેવી વિવિધ ડ્રગ અને ચરસ મળી આવ્યા છે. કહેવાય છે કે આ પાર્ટીમાં બોલીવુડ, ફેશન અને બિઝનેસ સંલગ્ન અનેક મોટામાથા સામેલ થયા હતા.
#BigNews બોલીવુડ સુપરસ્ટાર @iamsrk ના પુત્ર #AryanKhan સહિત 8 લોકોની #Drugscase માં અટકાયત, જુઓ Video#BREAKING #DrugsParty #zee24kalak #BigNews #Mumbai #ncbraid #NCB @narcoticsbureau @MumbaiPolice @DefPROMumbai #byjus pic.twitter.com/aMWFwWlrYw
— Zee 24 Kalak (@Zee24Kalak) October 3, 2021
8 લોકોની અટકાયત
એનસીબીની ટીમ દ્વારા રેડ પાર્ટી પર દરોડો પાડવામાં આવ્યો અને ત્યાં હાજર તમામ લોકોની તલાશી લેવાઈ. આ મામલે અત્યાર સુધીમાં 8 લોકોની અટકાયત કરાઈ છે. જેમાં શાહરૂખ ખાનનો મોટો પુત્ર આર્યન ખાન પણ સામેલ છે.
મધદરિયે #DrugsParty માં બોલિવૂડના બાદશાહ @iamsrk ના પુત્ર #AryanKhan સહિત 8 લોકોની #Drugscase માં અટકાયત#BREAKING #DrugsParty #zee24kalak #BigNews #Mumbai #ncbraid #NCB @narcoticsbureau @MumbaiPolice @DefPROMumbai pic.twitter.com/NadkBE3bQK
— Zee 24 Kalak (@Zee24Kalak) October 3, 2021
ગેસ્ટ એન્ટ્રીમાં ગયો હતો આર્યન ખાન?
આ મામલે આર્યન ખાનની પૂછપરછ થઈ. એનસીબીને એક વીડિયો પણ મળ્યો છે જેમાં પાર્ટીમાં આયર્ન ખાન જોવા મળી રહ્યો છે. પૂછપરછમાં આર્યને જણાવ્યું કે તેને આ પાર્ટીમાં મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો. તેની પાસેથી ક્રુઝ પર આવવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવાઈ નહતી. આર્યને કહ્યું કે 'તેના નામનો ઉપયોગ કરીને બાકીના મહેમાનને બોલાવવામાં આવ્યા હતા.'
આ બાજુ પાર્ટીમાં જે પણ લોકો આવ્યા હતા તેમને રોલ પેપર આપવામાં આવ્યા હતા. એનસીબીને મોટાભાગના મહેમાનોના રૂમમાંથી રોલ પેપર મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે