Tabassum Died: 78 વર્ષની ઉંમરે અભિનેત્રી Tabassum એ દુનિયાએ કહ્યું અલવિદા

Tabassum: જાણિતી અભિનેત્રી તબસ્સુમનું 78 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે. અભિનેત્રીના મોતના સમાચારથી બોલીવુડ જગતમાં શોકની લહેર પ્રસરી જવા પામી છે. 

Tabassum Died: 78 વર્ષની ઉંમરે અભિનેત્રી Tabassum એ દુનિયાએ કહ્યું અલવિદા

Tabassum Died: જાણિતી અભિનેત્રી અને ટોક શો હોસ્ટ તબસ્સુમ (Tabassum) ના ફેન્સ માટે દુખદ સમાચાર છે. તબસ્સુમ (Tabassum) એ 78 વર્ષની ઉંમરે દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે. સમાચારોનું માનીએ તો કોર્ડિયક અરેસ્ટ થઇ ગયો હતો. જેના લીધે તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા પરંતુ હોસ્પિટલમાં અભિનેત્રી અંતિમ શ્વાસ લીધા. તબસ્સુમ (Tabassum) ના મોતના સમાચારથી બોલીવુડ હલી ગયું છે અને દરેક નામચીન દિવંગત અભિનેત્રીને ભીની આંખે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. 

ફેન્સ ભીની આંખે આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ
તબસ્સુમના નિધનના સમાચારથી ના ફક્ત બોલીવુડ મચમચી ગયું છે પરંતુ તેમના ફેન્સ પણ સતત અભિનેત્રીના જૂના શો અને સિનેમાજગતમાં આપેલા યોગદાનને યાદ કરી ભાવુક થઇ રહ્યા છે .એક યૂઝરે લખ્યું- 'ઓહ નો...આ ખૂબ જ દુખદ સમાચાર છે... તેમની સ્ટાઇલ અને પર્સનાલિટીના અમે લોકો દિવાના હતા. વધુ એક યુઝરે લખ્યું- 'ખૂબ જ ખરાબ થયું. ઓમ શાંતિ' 

બેબી તબસ્સુમના નામથી થઇ મશહૂર
તબસ્સુમે બોલીવુડમાં ચાઇલ્ડ અભિનેત્રી તરીકે એન્ટ્રી લીધી હતી. તબસ્સુમની પ્રથમ ફિલ્મ વર્ષ 1947 માં આવી હતી જેનું નામ 'મેરા સુહાગ' હતું. ત્યારબાદ 'મજધાર', 'બડી બહન' 'દીદાર' અને બૈજૂ બાવરા' સામેલ છે. 
 
પહેલાં ટોક શોએ અપાવી શોહરત
ફિલ્મોમાં નામ કમાયા પછી તબસ્સુમે એક ટોક શો પણ હોસ્ટ કર્યો હતો. આ ટોક શો ખૂબ પ્રચલિત થયો હતો તેનું નામ 'ફૂલ ખિલે હૈ ગુલશન ગુલશન' છે. આ ટોક શો ટેલીવિઝન પર લગભગ 21 વર્ષ સુધી 1972 થી 1993 સુધી ચાલ્યો. આ ટોક શોમાં બોલીવુડના ઘણા સ્ટાર જોવા મળ્યા અને પોતાની જીંદગીના ઘણા ખુલાસા કર્યા. આ શો બાદ તબસ્સુમે વર્ષ 1985 માં પ્રથમ ફિલ્મ લખી તેનું નામ 'તુમ પર હમ કુર્બાન' છે. ત્યારબાદ અભિનેત્રીએ વર્ષ 2006 માં 'પ્રેમ કે દો નામ એક રાધા ઔર શ્યામ' માં જોવા મળી હતી. આ સીરિયલને રાજશ્રી પ્રોડક્શને પ્રોડ્યૂસ કરી હતી. 

આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news