પ્રિયંકા ચોપડા અને મેઘન માર્કેલની મિત્રતાનો ધ એન્ડ, કારણ કે...

આ બંને વચ્ચે એક તબક્કે સારી મિત્રતા હતી

પ્રિયંકા ચોપડા અને મેઘન માર્કેલની મિત્રતાનો ધ એન્ડ, કારણ કે...

નવી દિલ્હી : બ્રિટનના શાહી પરિવારના નાના દીકરા હેરીના લગ્નમાં નવવધૂ મેઘન માર્કેલની બ્રાઇડમેડ બનીને પ્રિયંકા ચોપડા આખી દુનિયાની નજરમાં આવી ગયી હતી. જોકે હવે પ્રિયંકા અને મેઘનની મિત્રતા પર કોઈની નજર લાગી ગઈ છે. હવે તેમની મિત્રતામાં મોટી દરાર પડી ગઈ છે જેનું કારણ રસપ્રદ છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકાએ પોતના લગ્નમાં મેઘનને ખાસ આમંત્રણ આપ્યું હતું પણ આમ છતાં તે નહોતી આવી. બસ, આ મામલાને કારણે પ્રિયંકા અને મેઘલ વચ્ચે અંટસ પડી ગઈ છે. નોંધનીય છે કે પ્રિયંકા ગયા  ડિસેમ્બર મહિનામાં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. 

પેજસિક્સ ડોટ કોમ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ કારણે જ પ્રિયંકા પણ મેઘનના બેબી શાવરમાં શામેલ નહોતી થઈ. મેઘને જ્યારે પ્રિન્સ હેરી સાથે લગ્ન કર્યા હતા ત્યારે પ્રિયંકા તો એમાં શામેલ થઈ હતી. જોકે પ્રિયંકાના લગ્નમાં મેઘન હાજર રહી નહોતી. 

મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા હાલમાં એક પુસ્તક લખી રહી છે જેના કારણે બહુ વ્યસ્ત છે. આ વ્યસ્તતાને કારણે તે બેબી શાવરમાં શામેલ થઈ શકી નહોતી. જોકે સુત્રોનું માનવું છે કે હકીકતમાં મેઘને આમંત્રણ છતાં પ્રિયંકાના લગ્નમાં હાજરી નહોતી આપી જેના કારણે પ્રિયંકા બહુ અપસેટ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news