સેકન્ડ હાફમાં નબળી વાર્તા છતાં વિઝ્યુઅ્લી સુપર જાયન્ટ અને થ્રીલની મેગા રાઇડ છે ફોલન કિંગડમ

બરાબર 25 વર્ષ પહેલાં 1993માં હોલિવૂડના સૌથી બાહોશ ફિલ્મ નિર્માતા-નિર્દેશક સ્ટીવન સ્પીલબર્ગ જ્યારે પહેલીવાર શ્વાસ થંભાવી દે તેવા વિઝ્યુઅલ જાયન્ટ અને અવિશ્વસનીય જીવ ડાયનાસોરને પરદા પર લાવ્યા ત્યારે એ પહેલી જ મૂવીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. સિક્વલની સિક્વલને વળી પાછી એની પ્રિક્વલ. હોલિવૂડમાં કોઇ ફિલ્મ બોક્સઓફિસ પર તડાકો બોલાવી દે, એટલે તેને ફ્રેન્ચાઇઝીમાં તબદીલ કરી દેવામાં આવે અને પછી એની સાથે એક યા બીજી રીતે જોડાતી કહાની એક નવા મૂવીના સ્વરૂપમાં પરદા સુધી પહોંચે. હોલિવૂડની લેટેસ્ટ રિલીઝ જૂરાસિક વર્લ્ડઃ ફોલન કિંગડમ પણ આવી જ મોભાદાર ફ્રેન્ચાઇઝીની પાંચમી ફિલ્મ છે.

  • 2015માં આવેલી જુરાસિક વર્લ્ડના સ્તરે નથી પહોંચી શકી આ મૂવી
  • પહેલા હાફની આઉટડોર સિક્વન્સ છે લાજવાબ
  • સ્પીલબર્ગના ડિરેક્શન સ્તરથી બહુ દૂર છે ડિરેક્ટર બાયોના !

Trending Photos

સેકન્ડ હાફમાં નબળી વાર્તા છતાં વિઝ્યુઅ્લી સુપર જાયન્ટ અને થ્રીલની મેગા રાઇડ છે ફોલન કિંગડમ

મુફદ્દલ કપાસી/મુંબઇ : બરાબર 25 વર્ષ પહેલાં 1993માં હોલિવૂડના સૌથી બાહોશ ફિલ્મ નિર્માતા-નિર્દેશક સ્ટીવન સ્પીલબર્ગ જ્યારે પહેલીવાર શ્વાસ થંભાવી દે તેવા વિઝ્યુઅલ જાયન્ટ અને અવિશ્વસનીય જીવ ડાયનાસોરને પરદા પર લાવ્યા ત્યારે એ પહેલી જ મૂવીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. સિક્વલની સિક્વલને વળી પાછી એની પ્રિક્વલ. હોલિવૂડમાં કોઇ ફિલ્મ બોક્સઓફિસ પર તડાકો બોલાવી દે, એટલે તેને ફ્રેન્ચાઇઝીમાં તબદીલ કરી દેવામાં આવે અને પછી એની સાથે એક યા બીજી રીતે જોડાતી કહાની એક નવા મૂવીના સ્વરૂપમાં પરદા સુધી પહોંચે. હોલિવૂડની લેટેસ્ટ રિલીઝ જૂરાસિક વર્લ્ડઃ ફોલન કિંગડમ પણ આવી જ મોભાદાર ફ્રેન્ચાઇઝીની પાંચમી ફિલ્મ છે.

2015માં બોલિવૂડના ટેલેન્ટેડ અભિનેતા ઇરફાન ખાનને ચમકાવતી જૂરાસિક વર્લ્ડમાં ઇસ્લા નુબલર ટાપુ પર ઘટેલી દુર્ઘટના બાદ વાર્તા આગળ વધે છે. હવે આ ટાપુ એક સક્રીય જ્વાળામુખી ફાટવાની રાહ જોઇ રહ્યો છે. અને ટાપુ પર વસતા મહાકાય જીવ ડાયનોસોર પર આવી પડે છે અસ્તિત્વનું સંકટ. સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યાં બાદ ક્લેર(બ્રાઇસ ડલાસ હાવર્ડ) અને ઓવન(ક્રિસ પ્રાટ) ફરી એક થાય છે આ મહાકાય જીવોને બચાવવાના પ્રયાસમાં. જૂરાસિક પાર્કને બનાવનારા પૈકીના એક મિસ્ટર લોકવૂડ જ મૂળ તો આ બન્નેને બોલાવે છે અને તેમને મોકલે છે ટાપુ પરથી 11 જેટલાં જીવતા ડાયનોસોરને લઇ જવા માટે.

એઝ યુઝ્અલી મૂવીનો ફર્સ્ટ પાર્ટ વિઝ્યુઅલી સુપર છે. કેટલાંક દ્રશ્યો ગ્રાન્ડ બન્યાં છે. સિનેમેટોગ્રાફર ઓસ્કર ફોરાનું કામ સ્ક્રીનને વધુ જાયન્ટ બનાવે છે. તો એકેડમી એવૉર્ડ વિનર માઇકલ જીયેચ્ચીનોનો બેકગ્રાઉન્ડ સ્કોર સોને પે સુહાગા જેવું કામ કરે છે. બ્રાઇસ ડલાસ હાર્વર્ડ અને ક્રિસ પાટની કેમેસ્ટ્રી ફરી સ્ક્રીન પર જામે છે. ડાયનાસોરના ડર ઉપરાંત વોલ્કેનોની વિનાશકતા ભેગા મળીને ફર્સ્ટહાફને થ્રીલ સાથે એક્શનપેક બનાવે છે. બધું જ બરાબર ચાલતુ હોય છે અને બીજા હાફમાં મૂવી જબરદસ્ત મજા કરાવશે તેવી આશા બંધાય છે. પણ બધું જ ફોગટ. વાર્તામાં સાવ બિનજરૂરી સબપ્લોટ નાખીને વાર્તાની દિશા જ આખી બદલી નાખવામાં આવી છે..ટૂંકમાં સેકન્ડ હાફમાં મૂવી વાર્તા અને રોમાંચ બન્ને રીતે ડલ થવા લાગે છે.

1993માં જૂરાસિક પાર્ક લખનારા માઇકલ ક્રીચટન પહેલાં પાર્ટ જેટલો રોમાંચ અહી લખી શક્યા નથી. અથવા તો કેટલીક સિકવન્સ અગાઉની મૂવીમાંથી ઉઠાવાયેલી રિપીટેટિવ લાગે છે. માઇકલે કંઇક નવું આપવાને બદલે અગાઉના 4 પાર્ટમાંથી જ જુદા જુદા સિકવન્સને ફરીથી લખ્યા હોય એવું લાગે છે. તમે જાતે જ એનાલિસીસ કરીને આખી વાર્તામાં બહુ બધી ફિલ્મોના ટુકડા એકઠા કર્યા હોય એવું અનુભવી શકશો.ડિરેક્ટર જે.એ.બાયોનાએ સૌથી મોટી ભૂલ કરી હોય તો એ પહેલાં હાફને આઉટડોર રાખ્યાંબાદ બીજા હાફને ઇન્ડોરમાં લઇ જવાની. જો કે સેલ્યૂટ ટૂ વીએફએક્સ ટીમ, બીજા હાફમાં પણ મૂવી વિઝીબલી રીચ અને એક ચોક્કસ ગતિએ આગળ વધતી રહે છે.

સેકન્ડ હાફમાં પરાણે ઘૂસાડાયેલા એક અલગ એંગલને બાદ કરીએ તો વાર્તાની ટ્રીટમેન્ટ ઠીકઠાક છે. પણ ક્લાઇમેક્સ હવે આગળ શું થશેનો સવાલ છોડતો જાય છે. જો કે મીનવ્હાઇલ આ ફ્રેન્ચાઇઝીના ચાહકો માટે સમાચાર એ છે કે ફોલન કિંગડમની પણ એક સિક્વલ આવી રહી છે. જેમાં આ પાર્ટથી વાર્તાને આગળ ધપાવાશે. ઓવરઓલ જૂરાસિક પાર્કને જેમણે સિનેમાના પરદે માણેલી છે એ તમામ એની થ્રીલને બરાબર જાણે છે તેમ છતાં ઇસ્લા નુબલર ટાપુ પરથી બહાર નીકળવાનું દ્રશ્ય સહિતની કેટલીક દમદાર સિકવન્સ ધરાવતી આ મૂવી તમને સાવ નિરાશ તો નહી જ કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news