Unlocked...કોરિયન થ્રીલર, જેમાં એક ફોન ગૂમ થયા બાદ એવી એવી ઘટનાઓની હારમાળા સર્જાય છે
Unlocked: કોરિયન ડ્રામા અને ફિલ્મોનો પણ એક બહોળો ચાહકવર્ગ છે. જો તમે પણ કોરિયન ફિલ્મના શોખીન હશો તો આ ફિલ્મ તમને જરૂર ગમેશે. નેટફ્લિક્સ પર આજે રિલીઝ થયેલી ફિલ્મ અનલોક્ડ (Unlocked) એ લોકોમાં ખુબ આતુરતા જગાવી હતી.
Trending Photos
કોરિયન ડ્રામા અને ફિલ્મોનો પણ એક બહોળો ચાહકવર્ગ છે. જો તમે પણ કોરિયન ફિલ્મના શોખીન હશો તો આ ફિલ્મ તમને જરૂર ગમેશે. નેટફ્લિક્સ પર આજે રિલીઝ થયેલી ફિલ્મ અનલોક્ડ (Unlocked) એ લોકોમાં ખુબ આતુરતા જગાવી હતી. આ ફિલ્મની સ્ક્રિપ્ટ કિમ તાએ-જૂન દ્વારા તૈયાર કરવામાં આવી છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ
ફિલ્મ વિશે વાત કરીએ તો તે અકિરા શિંગાની બેસ્ટ સેલિંગ જાપાનીઝ નોવેલ Sumaho o Otoshita dake પર બનાવવામાં આવી છે. ફિલ્મમાં ચુન વો-હી, યીમ સી-વાન, કિમ હે-વોન, પાર્ક હો-સાન, કિમ યે-વોન, જીઓન જિન-ઓ, કિમ જો-રાયંગ અને લી જાએ-વૂ જેવા કલાકારો છે.
સંક્ષિપ્તમાં ફિલ્મ વિશે જાણો
આ ફિલ્મ ના-મી કે જે એક સામાન્ય ઓફિસ કર્મચારી છે તેના પર આધારિત જેની એક સ્માર્ટફોન ગૂમાવ્યા બાદ લાઈફ એકદમ અપડાઉન થઈ ગઈ છે. ફોનમાં તેની અનેક પર્સનલ ઈન્ફોર્મેશન હતી. ના-મીનો આ ફોન જૂન-યોંગ નામના એક ખતરનાક વ્યક્તિ પાસે પહોંચી જાય છે જે તેનો ફોન તેને પાછો આપતા પહેલા તેમાં એક સ્પાયવેર ઈન્સ્ટોલ કરી નાખે છે.
હવે ના-મીના ફોનમાં એક સ્પાયવેર ડાઉનલોડ થઈ ગયેલું છે. જેના કારણે જૂન-યોંગ તેની પળેપળની તમામ માહિતી મેળવી લે છે. આ દરમિયાન પોલીસ ડિટેક્ટિવ જી-મન કે જે જૂન-યોંગનો પિતા પણ છે તે એક મર્ડર ક્રાઈમ સીન જુએ છે અને ત્યાં તેના પુત્રની નિશાની મળે છે. આથી હવે યોંગના પિતા જી-મન ચોરીછૂપે જૂન યોંગ પર આ કેસમાં તેની સંડોવણી કેવી રીતે આવી તે અંગે તપાસ આદરે છે. વધુ માહિતી તો તમને હવે આ ફિલ્મ જોશો પછી જ ખબર પડશે. આ ફિલ્મને TV-MA રેટિંગ મળેલું છે. જેનો અર્થ થાય છે કે આ ફિલ્મ એડલ્ટ ઓડિયન્સ માટે છે.
ફિલ્મનું ટ્રેલર પણ જુઓ....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે