B'day : મધુબાલાના પ્રેમમાં પાગલ હતા દિલીપ કુમાર, કોર્ટ કેસના લીધે આવ્યો હતો Love Storyનો અંત
મધુબાલાની પ્રોફેશનલ લાઇફ જેટલી સફળત હતી એટલું જ નિષ્ફળ તેનું અંગત જીવન હતું
Trending Photos
નવી દિલ્હી : મધુબાલાની ગણતરી બોલિવૂડનીની ખૂબસુરત હિરોઇન તરીકે થાય છે. તેની સુંદર આંખ, હસતા હોઠ અને લહેરાતા વાળ કોઈનું પણ દિલ જીતી લેવા માટે સક્ષમ હતા. જોકે, મધુબાલાનું દિલ દિલીપ કુમાર માટે ધડકતું હતું. તેમની લવસ્ટોરીનો બહુ ખરાબ રીતે અંત આવ્યો હતો. આજે મધુબાલાના 86માં જન્મદિવસે વાત કરીએ તેના એ નિષ્ફળ પ્રેમની.
ઇતિહાસની વાત કરીએ તો મધુબાલા એ વખતના કિંગ ઓફ બોલિવૂડ દિલીપ કુમારના પ્રેમમાં ગળાડૂબ હતી. તેઓ 1944માં જવારભાટાના સેટ પર પહેલી વાર મળ્યાં અને તરાના ફિલ્મ દરમ્યાન તેમની ઓફ સ્ક્રીન રિલેશનશિપ પાંગરી. મધુબાલા ક્યારેય જાહેરમાં દેખાતાં નહીં. ઈન્ટરવ્યૂ પણ ભાગ્યે જ આપે. ટેબ્લોઈડ્સ હંમેશાં તેમની પર્સનલ લાઈફ વિશે ધારણાઓ બાંધ્યા કરે જેમાં દિલીપ કુમાર સાથેના તેમના સંબંધોનો ઉલ્લેખ તો હોય જ. આ અફવાઓ ત્યારે ક્ધફર્મ થઈ જ્યારે તેણે એક વાર દિલીપ કુમાર સાથે જાહેરમાં દેખા દીધી, હાથમાં હાથ નાંખીને. દિલીપ કુમારની ‘ઈન્સાનિયત’ના પ્રીમિયરમાં તેમણે સજોડે હાજર રહીને પોતાની રિલેશનશિપ સ્વીકારી લીધી હતી. 1951થી 1956 સુધી પાંચ વર્ષ બન્નેનો રોમેન્સ ચાલ્યો. પરંતુ એનો અંત આવ્યો એક જાણીતા કોર્ટ કેસ બાદ.
1957ની નયા દૌર ફિલ્મ ફિલ્મના ડિરેક્ટર બી.આર. ચોપરા ફિલ્મ યુનિટને આઉટડોર શૂટિંગ માટે ભોપાલ લઈ જવા ઈચ્છતા હતા. મધુબાલાના પિતા અતાઉલ્લાખાને એનો વિરોધ કર્યો કે આટલા દિવસ દીકરી મધુ બહાર રહે તો દિલીપકુમારને રોમેન્સ કરવાનો ચાન્સ મળી જાય. છેવટે, મધુએ ના પાડતા ચોપરાએ મધુબાલાને એડવાન્સ કેશ આપ્યા હોવાથી એની સામે દાવો માંડ્યો અને મધુબાલાને સ્થાને વૈજયંતિમાલાને લેવામાં આવી. દિલીપકુમાર સાથેના કમિટમેન્ટ છતાં મધુબાલા એના પિતાના પક્ષે જ રહી. દિલીપકુમાર કોર્ટમાં ચોપરાના પક્ષે રહ્યા અને મધુબાલા કેસ હારી ગઈ. એટલું જ નહીં મિડિયામાં એનું નામ નકારાત્મક રીતે ઊછળવા માંડ્યું. એટલી હદ સુધી કે એણે પોતાની પ્રતિષ્ઠા પાછી મેળવવા આકરી મહેનત કરવી પડી હતી. આ મુદ્દે મધુ-દિલીપ છૂટાં પડી ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે