આ ફિલ્મમેકરની બાયોગ્રાફી ખોલી શકે છે બોલીવુડના ઘણા સિક્રેટ, ટૂંક સમયમાં થશે બૂક લોન્ચ
સંજય ખાન તેમની આત્મકથા ‘ધ બેસ્ટ મિસ્ટેક્સ ઓફ માય લાઇફ’ના અનાવરણ માટે ઉત્સાહિ છે. જે વાંચકોને તેમની ફિલ્મો, પરિવાર અને અકસ્માત, જેમાં તેઓ બચી ગયા અને અન્ય ઘટનાઓથી રૂબરૂ કરાવશે.
Trending Photos
નવી દિલ્હી: જો આપણે બોલીવુડના ગોલ્ડન એરાની વાત કરીએ તો ત્રણ ભાઇઓનું નામ ટોપ ટેન લોકોમાં સામે આવતું હતું. આ ત્રણેય ભાઇઓ હતા ફિરોઝ ખાન, સંજય ખાન અને અકબર ખાન. ત્રણેય ભાઇઓ તેમના સમયના જબરજસ્ત એક્ટર તો હતા સાથે ફિલ્મમેકિંગમાં પણ ત્રણેય સારૂ કામ કરતા હતા. હવે સંજય ખાન તેની બાયોગ્રાફી લોન્ચ કરવા જઇ રહ્યાં છે. આ બાયોગ્રાફીમાં આપણને ઘણા અજાણ્યા કિસ્સાઓ વાંચવા મળી શકે છે.
એક્ટર સંજય ખાન તેમની આત્મકથા ‘ધ બેસ્ટ મિસ્ટેક્સ ઓફ માય લાઇફ’ના અનાવરણ માટે ઉત્સાહિ છે. જે વાંચકોને તેમની ફિલ્મો, પરિવાર અને અકસ્માત, જેમાં તેઓ બચી ગયા અને અન્ય ઘટનાઓથી રૂબરૂ કરાવશે. આ બૂક વિશે સંજય ખાનનો દાવો છે કે ફિલ્મ બનાવવા માટે આ એક મહાન બૂક છે. દિવાળી પહેલા આવતા રવિવારે મુંબઇમાં એક ભવ્ય સમારોહની વચ્ચે આ બૂકનું લોકાર્પણ કરવામાં આવશે.
એક્ટર, પ્રોડ્યૂસર અને ડાયરેક્ટ સંજય ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હકીકતો જણાવે છે, પરંતુ તેઓ સંપૂર્ણ વાર્તા કહેતા નથી. મારી આત્મકથા જણાવતા મને જે પ્રાપ્ત થયું તે લોકોને મારી સ્ટોરી અને હકીકતો કહેવા કરતા પોતાની જાતને શોધવાની એક પ્રક્રિયા હતી.’ હસ્તા હસ્તા તેઓએ કહ્યું કે, ‘શું ધ બેસ્ટ મિસ્ટેક્સ ઓફ માય લાઇફનું શીર્ષક રસપ્રદ નથી?’
ખાસ હશે ચેપ્ટર 18
તેમણે કહ્યું કે, ‘બેસ્ટ મિસ્ટેક્સ ઓફ માય લાઇફ’ને તમે સામાન્ય ભાવથી વાંચી શકશો નહી. તેમાં મે મારા જીવનના અનુભવોને ઉતારી દીધા છે અને કેટલીક ખાસ વાતોને લખી છે જે મારી બૂકના 18માં ચેપ્ટરમાં છે. તે બૂકનું શિર્ષકને વર્ણાવે છે અને વાંચકોને પૂર્ણ સંતૂષ્ટ કરે છે. તે પ્રતીકાત્મક છે. સંજયે કહ્યું કે તેમણે તેમની બધી એક્ટ્રસોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં નંદા પણ છે, જેની સાથે તેમણે ‘વો દીન યાદ કરો’, ‘બેટી’ અને ‘અભિલાષા’માં કામ કર્યું હતું.
એટલું જ નહીં તેમની બૂકમાં ફિલ્મી દુનિયાના તેમના મિત્રો વિશે પણ ઉલ્લેખ કર્યો છે. મિત્રો વિશે જણાવતા સંજયે કહ્યું કે, મે મારા પ્રિય મિત્ર રાજ કપૂર, ધર્મેન્દ્ર, સંજય કુમાર અને સુનીલ દત્ત વિશે લખ્યું છે. ફિલ્મી દુનિયામાં પદાર્પણના નિર્ણયનો સવાલ પર સ્વ. અભિનેતા ફિરોઝ ખાનના ભાઇએ કહ્યું, 11 વર્ષની ઉંમરમાં મે ‘આવારા’ જોઇ હતી. આ રાજ કપૂરની ફિલ્મ હતી. ફિલ્મના નિર્દેશન અને વર્ણથી હું એટલો પ્રભાવિત થયો હતો કે મે અભિનયને પોતાનું કરિયર બનાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે 1964માં બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. બૂક પર કોઇ ફિલ્મ બનાવવાની યોજનાના સવાલ પર તેમણે કહ્યું કે, તેમાં શાનદાર મસાલા છે. તેના માટે મારી પાસે ઘણું બધુ છે જે મે બૂકમાં લખ્યું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે