Salman એ તોડ્યો પોતાનો Rule અને કર્યું Emraan Hashmi જેવું, જોઈલો Radhe Your Most Wanted Bhai નું ટ્રેલર

બોલીવુડના દબંગ ખાનની ફિલ્મ રાધે આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે. આજે સલામનની Radhe Your Most Wanted Bhai ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. 

  • કોરોના કાળમાં સલમાનના ફેન્સ માટે સારા સમાચાર

    ઈદ પર રિલીઝ થશે સલમાન ખાનની ફિલ્મ 

    'Radhe Your Most Wanted Bhai' નુ ટ્રેલર થયું લોંચ

    સલમાને પોતાનો નિયમ તોડીને કોને કરી Kiss?

Trending Photos

Salman એ તોડ્યો પોતાનો Rule અને કર્યું Emraan Hashmi જેવું, જોઈલો Radhe Your Most Wanted Bhai નું ટ્રેલર

નવી દિલ્હીઃ કોરોના કાળમાં સલમાન ખાનના ફેન્સ માટે સારા સમાચાર છે. બોલીવુડના દબંગ ખાનની ફિલ્મ રાધે આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે. આજે લાંબા સમયથી ફેન્સ જેની રાહ જોતા હતા તે Radhe Your Most Wanted Bhai ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. આ ફિલ્મમાં સલામને કંઈક એવું કર્યું છેકે, જે તમને ઈમરાન હાશમીની યાદ અપાવી દેશે.

બોલીવુડના દબંગ ખાનની ફિલ્મ 'Radhe Your Most Wanted Bhai' લોંચ થતાંની સાથે જ સોશલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. આ ફિલ્મ મુંબઈના યુવાઓ ડ્ગ્સના નશામાં સપડાયેલાં છે અને સલમાને આ નશાખોરીનો સફાયો કરવાનું કમિટમેન્ટ કર્યું છે એવા સબજેક્ટ પર આધારિત છે. ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan) નો સુપર અંદાજ ફેન્સને દિવાના બનાવી દેશે. સાથે વિલન તરીકે રણદીપ હુડા (Randeep Hooda) એ પણ જમાવટ કરી છે. તો સાથે દિશા પટણીની હોટ અદાઓથી આ ફિલ્મમાં ગ્લેમરની પણ કોઈ કમી નથી. એટલું જ નહીં ટ્રેલરમાં તમે જોઈ શકો છોકે, સલમાને પોતાની ફ્રેન્ડ જેકલીન ફર્નાડિઝને પણ આઈટમ નંબરમાં જલવા બિખેરવાનો ચાન્સ આપ્યો છે. આમ, આ ફિલ્મમાં એકશન અને ગ્લેમરનો ડબલ તડકો જોવા મળશે.

 

આ ફિલ્મમાં સલમાને પોતાનો જ બનાવેલો એક નિયમ તોડીને તેના ચાહકોને ચોંકાવી દીધાં છે. ફિલ્મમાં તમને સલમાન ખાન ઓન સ્ક્રીન કિસ કરતા જોવા મળશે. જીહાં આ ફિલ્મમાં સલમાને ઓન સ્ક્રીમ ઘણાં રોમેન્ટીક સિન આપ્યાં છે. ટ્રેલરમાં જોઈ શકાય છેકે, સલમાન ફિલ્મની અભિનેત્રી દિશા પટણીને કિસ કરી રહ્યાં છે. 

ફિલ્મ રાધેને ઓટીટી પ્લેટફોર્મ સિવાય સિનેમાઘરોમાં પણ રિલીઝ કરવામાં આવશે. તેને અલગ રીતે રિલીઝ કરવામાં આવી રહી છે, એટલે કે ફિલ્મ 'પે પર વ્યૂ' મોડલ પર જીપ્લેક્સ અને તમામ ડીટીએચ ચેનલોની પર એક સાથે સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. 

13 મેએ રિલીઝ થશે ફિલ્મ
તેના દ્વારા યૂઝર્સે ફિલ્મ જોવા માટે પૈસા ચુકવવા પડશે. આ સિવાય દેશ-વિદેશમાં જ્યાં સિનેમાઘર ખુલ્લા છે ત્યાં ફિલ્મ 13 મેએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સલમાનની સાથે અભિનેત્રી દિશા પટણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news