Sushant Suicide Case: ED સામે રિયા ચક્રવર્તીની 'નવી ચાલ ગઈ સાવ નિષ્ફળ, ખાસ જાણો

સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput) માં સીબીઆઈ અને ઈડીએ પોતાની તપાસ શરૂ કરી દીધી છે. ગુરુવારે સીબીઆઈએ સુશાંત સિંહ  રાજપૂત કેસમાં FIR દાખલ કરી. જેમાં રિયા ચક્રવર્તી સહિત 6 લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે. તપાસ માટે સીબીઆઈએ SITની રચના કરી છે. આ ટીમનું નેતૃત્વ ગુજરાત કેડરના આઈપીએસ મનોજ શશિધર કરી રહ્યાં છે. સુશાંત કેસમાં ઈડીએ રિયા ચક્રવર્તીને 7 ઓગસ્ટના રોજ પૂછપરછ માટે બોલાવી હતી. પરંતુ હવે તે ઈડી સામે આજે હાજર થાય તેવી શક્યતા લાગતી નથી. સુપ્રીમ કોર્ટનો હવાલો આપીને રિયાએ અપીલ કરી છે કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલે છે ત્યાં સુધી તેનું સ્ટેટમેન્ટ રેકોર્ડિંગ ટાળવામાં આવે. 

Sushant Suicide Case: ED સામે રિયા ચક્રવર્તીની 'નવી ચાલ ગઈ સાવ નિષ્ફળ, ખાસ જાણો

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ નવી ચાલ ચલી પરંતુ ઈડી આગળ નિષ્ફળ ગઈ. રિયા ચક્રવર્તીએ પોતાના વકીલના માધ્યમથી કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આ મામલે આદેશ બહાર ન પાડે ત્યાં સુધી તેના વિરુદ્ધ થઈ રહેલી ઈડીની કાર્યવાહી રોકવામાં આવે અને તેનું નિવેદન ન લેવામાં આવે. જો કે ઈડીએ તેની અપીલને ફગાવી દીધી છે અને કહ્યું કે રિયા ચક્રવર્તીએ તપાસમાં સહયોગ કરવો પડશે. 

સુશાંત સિંહ રાજપૂત કેસમાં આજે રિયાની ઈડી પૂછપરછ કરવાની છે. આજે હાજર થવા માટે ઈડીએ રિયાને સમન પાઠવ્યો હતો. આ દરમિયાન ઈડી રિયાને સુશાંતના ખાતામાંથી કાઢેલા પૈસા ઉપરાંત રિયાના કમાણીના પૈસા અંગે પણ પૂછપરછ કરી શકે છે. રિયા ચક્રવર્તીના વકીલ સતીષ માનશિંદેએ આ અંગે સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું. તેમણે જણાવ્યું કે રિયા ઈચ્છે છે કે તેનું સ્ટેટમેન્ટ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બાદ રેકોર્ડ  કરવામાં આવે. જો કે ઈડીએ આ માગણી ફગાવી અને હવે તેને પૂછપરછમાં સામેલ થવાનું કહેવાયું છે. 

પરંતુ આ બધા વચ્ચે એક જાણકારી એ સામે આવી રહી છે કે રિયા અને તેનો પરિવાર 8-10 દિવસથી તેના ઘરે છે જ નહીં જ્યાં તેઓ રહેતા હતાં. હકીકતમાં સુશાંત સિંહ કેસમાં સૌથી મહત્વની કડી રિયા ચક્રવર્તીનું નામ હવે મુખ્ય આરોપી તરીકે સામે આવી રહ્યું છે. મુંબઈમાં ભલે તપાસ ધીમી હોય પરંતુ સીબીઆઈ તપાસના આદેશ મળતા જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે સીબીઆઈએ એફઆઈઆર નોંધી લીધી છે. રિયા વિરુદ્ધ ઈડી પણ તપાસ કરી રહી છે. જ્યારે બિહાર પોલીસે પણ પોતાની તપાસ ચાલુ રાખી છે. 

જુઓ LIVE TV

રિયા ચક્રવર્તી મામલે હવે નવી જાણકારી બહાર આવી છે કે જેમાં તેનો એક ફ્લેટ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ફ્લેટની કિંમત 76 લાખ રૂપિયા હતી. જે રિયા ચક્રવર્તીના નામે રજિસ્ટર્ડ છે. રિયાએ આ ફ્લેટ 28મે 2018ના રોજ ખરીદ્યો હતો. જે મુંબઈના ખાર ઈસ્ટમાં છે. તેની રજિસ્ટરી ડ્યૂટી તરીકે 3.80 લાખ ભરવામાં આવ્યાં હતાં. આ ફ્લેટ 354 વર્ગફૂટનો છે. 

રિયા ચક્રવર્તીએ આ ફ્લેટ ખાર ઈસ્ટના ગુલમહોર એવન્યુમાં ખરીદ્યો હતો. જે ચોથા માળે છે. આ ફ્લેટને લઈને પણ રિયાની પૂછપરછ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news