Urvashi Rautela નો આ ફોટો જોઇ ઉડી જશે હોશ, 37 કરોડનો પહેર્યો ડ્રેસ
બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ના 'અરબ ફેશન વીક' ના કેટલાક ફોટોઝ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે. તે આ ફેશન શોમાં શો સ્ટોપર હતી, જે ખરેખર ગર્વની વાત છે.
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ના 'અરબ ફેશન વીક' ના કેટલાક ફોટોઝ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે. તે આ ફેશન શોમાં શો સ્ટોપર હતી, જે ખરેખર ગર્વની વાત છે. એક્ટ્રેસ અરબ ફેશન વીકમાં શોસ્ટોપર બનનાર પ્રથમ ભારતીય મહિલા છે.
મિશ્રની રાનીનો ભજવ્યો હતો રોલ
ઉર્વશી રૌતેલાની સુંદરતાના લાખો લોકો દિવાના છે. એક સુંદર અભિનેત્રી હોવાની સાથે-સાથે એક ફેશન આઇકન પણ છે. અરબ ફેશન વીક દરમિયાન જ ઉર્વશી રૌતેલા સ્ટારર ફર્ન અમેટોની એક શોર્ટ ફિલ્મ પણ રિલીઝ થઇ, જેમાં તેમણે 'ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા'નું પાત્ર ભજવ્યું છે. ઇજિપ્તની રાણીના પાત્રમાં તે એકદમ સુંદર લાગી રહી છે.
સોનાથી બનેલો છે ડ્રેસ
ઉર્વશી રૌતેલાને ડિઝાઇનર ફર્ન અમેટોની શોર્ટ ફિલ્મમાં ફીચર કરવામાં આવી હતી. તેમાં તે 'ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્ર'ના રોલમાં જોવા મળી. ઉર્વશીએ પોતાના રોલમાં જે આઉટફિટ પહેર્યો હતો, તેમનો દમ સાંભળીને કોઇના પણ હોશ ઉડી શકે છે. આ ડ્રેસ સારી ક્વોલિટીના સોનામાંથી બનેલો છે. જેની કુલ કિંમત મિલિયન ડોલર અથવા લગભગ 37 કરોડ રૂપિયા છે.
પોતાના સ્ટાઇલ માટે છે ચર્ચિત
ઉર્વશી રૌતેલાએ પહેલાં પણ પોતાના સ્ટાઇલ અને આઉટફિટથી ઘણીવાર ચર્ચામાં રહી છે. બોલીવુડ સિંગર નેહા કક્કડના લગ્નમાં ઉર્વશીની સ્ટાઇલ જોવા લાયક હતી. ઉર્વશી રૌતેલાએ નેહા કક્કડ (Neha Kakkar) ના લગ્નમાં લગભગ 55 લાખનો લેંઘો પહેર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે