ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? એક્સ સિક્યોરિટી ઈન્ચાર્જે કર્યો ખુલાસો

Shah Rukh Khan જ્યારે પણ પેપ્સ કેમેરામાં કેદ થાય છે ત્યારે તે પોતાનો ચહેરો છુપાવે છે. આવી સ્થિતિમાં ઘણા ફેન્સના મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે કિંગ ખાને આવું કરવા પાછળનું કારણ શું છે? આ કારણ હવે શાહરૂખ ખાનના એક્સ સિક્યોરિટી ઈન્ચાર્જે જાહેર કર્યું છે.

ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? એક્સ સિક્યોરિટી ઈન્ચાર્જે કર્યો ખુલાસો

Why Shah Rukh Khan Hiding Face: શાહરૂખ ખાનની એક ઝલક મેળવવા માટે તેના ફેન્સ બેચેન રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કિંગ ખાન જ્યારે પણ એરપોર્ટ પર સ્પોટ થાય છે ત્યારે તે પોતાનો ચહેરો છુપાવે છે. ઘણી વખત તે પોતાનો ચહેરો હૂડીથી ઢાંકતો, ક્યારેક ટોપીથી તો ક્યારેક છત્રીની મદદથી ચહેરો છુપાવતો જોવા મળે રહ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે શું કારણ છે કે શાહરૂખ ખાન પાપારાઝીથી બચતો અને કેમેરાથી પોતાનો ચહેરો છુપાવતો જોવા મળી રહ્યો છે. આ વાતનો ખુલાસો થયો છે.

આખરે કેમ છુપાવે છે શાહરૂખ ચહેરો?
ઝૂમ સાથે વાતચીત દરમિયાન શાહરૂખ ખાનના એક્સ સિક્યોરિટી ઈન્ચાર્જ યુસુફ ઈબ્રાહિમે વાત કરી હતી. આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે- 'આ એટલા માટે નથી કારણ કે તે શરમાળ સ્વભાવનો છે. તે તેમનું કાંઈક પર્સનલ રીઝન હશે. મને ખબર નથી, કારણ કે હું હવે તેમની સાથે કામ કરતો નથી. તો તેમનું ઈન્ટરનલી કારણ શું છે, કેમ કરી રહ્યો છે તે તેમનો કોલ છે, મને આ વિશે ખબર નથી.

લાંબા સમય સુધી કર્યું શાહરૂખ સાથે કામ
યુસુફ ઈબ્રાહિમે લાંબા સમય સુધી શાહરૂખ ખાન સાથે કામ કર્યું છે. બન્નેની મિત્રતા ઘણી જૂની છે. ત્યાં સુધી કે જ્યારે તેમણે પોતાની કંપનીની શરૂઆત કરી હતી ત્યારે સૌથી પહેલા શાહરૂખની સુરક્ષાની જવાબદારી સંભાળી હતી. શાહરૂખ ખાન સાથે હાલમાં જે બોડીગાર્ડ છે રવિ સિંહ તેને પણ પહેલીવાર યુસુફે અસાઈન કર્યો હતો. જ્યારે રવિ યુસુફની કંપનીનો ભાગ હતો.

આ સેલેબ્સની સિક્યોરિટીની છે જવાબદારી
યુસુફ ઈબ્રાહિમ બોલિવૂડના ઘણા સેલેબ્સની સિક્યોરિટીને હેન્ડલ કરે છે. જેમાં આલિયા ભટ્ટ અને વરુણ ધવન જેવા ફેમસ ચહેરા છે. આ બન્નેએ પોતાના કરિયરની શરૂઆત એક સાથે 'સ્ટુડન્ટ ઓફ ધ યર' ફિલ્મથી કરી હતી. આ પહેલા યુસુફ શાહરૂખ સિવાય રણબીર કપૂરને પણ સિક્યોરિટી પ્રોવાઈડ કરી ચૂક્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news