વિવાદ અને વિરોધ વચ્ચે ફિલ્મ The Kerala Story આ 37 દેશોમાં થશે રિલીઝ

The Kerala Story: ફિલ્મ ધ કેરલ સ્ટોરી સતત ચર્ચામાં છે. સુદીપ્તો સેનની આ ફિલ્મ રિલીઝ પછી બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. આ ફિલ્મને લઈને ઘણા રાજનેતા વિરોધ કરી રહ્યા હતા. જોકે રિલીઝ પછી ઘણા રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે.

વિવાદ અને વિરોધ વચ્ચે ફિલ્મ The Kerala Story આ 37 દેશોમાં થશે રિલીઝ

The Kerala Story: ફિલ્મ ધ કેરલ સ્ટોરી સતત ચર્ચામાં છે. સુદીપ્તો સેનની આ ફિલ્મ રિલીઝ પછી બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. આ ફિલ્મને લઈને ઘણા રાજનેતા વિરોધ કરી રહ્યા હતા. જોકે રિલીઝ પછી ઘણા રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. હવે આ ફિલ્મ વિવાદ અને વિરોધ વચ્ચે ગ્લોબલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 37 દેશોમાં રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો:

ફિલ્મની મુખ્ય અભિનેત્રી અદા શર્માએ ફિલ્મની સફળતા પછી ટ્વિટ કરીને ફેન્સનો આભાર માન્યો હતો અને સાથે જ એવા જણાવી હતી કે હવે આ ફિલ્મ ગ્લોબલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. અદા શર્માએ લખ્યું હતું કે, "ફિલ્મને આટલો પ્રેમ આપવા માટે થેન્ક્યુ. મારા કામના વખાણ કરવા માટે પણ ધન્યવાદ." સાથે જ તેને જણાવ્યું હતું કે 12 મે 2023 ના રોજ આ ફિલ્મ 37 દેશોમાં રિલીઝ થશે.

— Adah Sharma (@adah_sharma) May 10, 2023

રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ યુકે અને આઇલેન્ડ સહિત 37 દેશોમાં રિલીઝ થશે. યુકેમાં આ ફિલ્મ હિન્દી અને તમિલ ભાષામાં રિલીઝ થશે જ્યારે આઇલેન્ડ સહિત અન્ય દેશોમાં માત્ર હિન્દી ભાષામાં આ ફિલ્મ રિલીઝ થશે. ભારતની વાત કરીએ તો આ ફિલ્મને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યમાં પ્રતિબંધિત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં તેને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

મહત્વનું છે કે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછીથી સતત વિવાદો ચાલી રહ્યા હતા. ફિલ્મમાં દર્શાવાયું છે કે કેરલ રાજ્યની 3200 મહિલાઓ ધર્મ પરિવર્તન કરી આઇએસઆઇએસ માં જોડાઈ હતી. ફિલ્મમાં કરાયેલા દાવાને લઈને વિવાદ શરૂ થયો હતો. જોકે વિવાદ પછી આ સંખ્યાને હટાવી લેવામાં આવી હતી અને માત્ર ત્રણ યુવતીઓની સ્ટોરી દેખાડવામાં આવી હતી. ફિલ્મમાં દર્શાવાયું છે કે ત્રણ યુવતીઓનું બ્રેન વોશ કરી તેમને ઇસ્લામ ધર્મમાં પરિવર્તિત કરી આતંકી સંગઠનમાં સામેલ કરવામાં આવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news