આ ભેજાબાજોએ તો ભારે કરી! ઓનલાઇન પોર્ટલ પર બગ મુકીને 7 કરોડથી વધારેનો ચુનો ચોપડ્યો!
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે થોડા દિવસ અગાઉ ગેમિંગ સાઇટ અને ઓનલાઈન વેચાણ કરતી વેબસાઈટમાં ગેરરીતિ કરી હોવાનો મામલો પર્દાફાસ કરીને વિજય વાઘેલા, આદિલ પરમાર અને નિતેશ મડતા ની ધરપકડ કરી હતી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ગેમિંગ વેબસાઈટમાં છેડછાડ કરી પૈસાની હેરાફેરી કરવાના મામલામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક્સિસ બેંકના કર્મચારીની ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી પાસેથી કમિશન મેળવી ગ્રાહકનાં UTR કોડ આપતો હતો ઝડપાયેલ બેંક કર્મચારી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે થોડા દિવસ અગાઉ ગેમિંગ સાઇટ અને ઓનલાઈન વેચાણ કરતી વેબસાઈટમાં ગેરરીતિ કરી હોવાનો મામલો પર્દાફાસ કરીને વિજય વાઘેલા, આદિલ પરમાર અને નિતેશ મડતા ની ધરપકડ કરી હતી જેમાં આ આખા કૌભાંડનો મુખ્ય આરોપી વિજય વાઘેલા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વિજય વાઘેલાની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેના આ કૌભાંડમાં એકસિસ બેંકના ફોરેન ચેસ્ટ કરન્સીના ડેપ્યુટી મેનેજર સુખદેવ ખોખરની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્સિસ બેન્કના કર્મી વિરુદ્ધના પુરાવા એકત્ર કરી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્ય આરોપી વિજય વાઘેલાની પૂછપરછમાં સામે આવ્યું હતું કે ઓનલાઇન ગેમિંગમાં જે રૂપિયાની ગેરરીતિ આચરી હતી, એ ઝડપાયેલ આ એક્સિસ બેન્કના કર્મચારીની મદદથી આચરી હતી. જેમાં મુખ્ય આરોપી વિજય વાઘેલા અને એક્સિસ બેંકના કર્મચારી સુખદેવ ખોખર બંને રાજકોટ ખાતે MBAનો અભ્યાસ એક સાથે કર્યો હતો. જેના કારણે બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી, ત્યારે વિજય વાઘેલાએ સુખદેવ ખોખરને કહ્યું હતું કે ઓનલાઇન ગેમિંગના એકાઉન્ડમાં જ્યારે પણ કોઈ ગ્રાહક ગેમ રમવા માટેથી પૈસા ટ્રાન્સફર કરે છે, તો તેની તાત્કાલિક માહિતી અને કરેલ પેમેન્ટની UTR કોડ વિજય વાઘેલાને આપવાનો રહેશે.
ત્યારે આવા એક્સિસ બેન્કમાં થતા ટ્રાન્જેક્શન ની માહિતી અને UTR કોડ તાત્કાલિક સુખદેવ ખોખર તેના મિત્ર વિજય વાઘેલાને આપી દેતો હતો. આ UTR કોડ વિજય વાઘેલા ઓનલાઇન ગેમ રમી સર્કલ અને ડ્રિમ ઇલેવનમાં એન્ટર કરીને જુગાર રમતો હતો અને હાર જીત કરતો હતો અથવા પૈસા રોકડા પણ મેળવી લેતો. જેના બદલામાં વિજય વાઘેલા તેના મિત્ર એક્સિસ બેન્ક કર્મચારી સુખદેવ ખોખરને 3 ટકાથી લઇને 10 ટકા સુધીનું કમિશન પેટે રૂપિયા પણ આપ્યા હતા. અત્યાર સુધીમાં 6 લાખથી વધુની રકમ વિજય વાઘેલા તેના મિત્ર સુખદેવ ખોખરને આપી ચુક્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે કે વિજય વાઘેલા અત્યાર સુધીમાં 6 કરોડથી વધુની હાર જીત કરી ચુક્યો છે. ઓનલાઇન ગેમિંગમાં અને ઓનલાઇન જુગાર રમવાની ટેવ વાળો હોવાથી આ પ્રકારની ઓનલાઇન ગેમિંગ વેબસાઈટને ક્રેક કરવાની કે તેમાં બગ શોધવાના પણ પ્રયાસ કર્યો હોય છે, ત્યારે ધરપકડ પહેલા વિજય વાઘેલાએ ફેસબુકમાં બગ શોધવાનો પણ પ્રયાસ કર્યો હતો, પણ તેમાં સફળ થયો ન હતો. આ જ પ્રકારે ઓનલાઇન વેચાણ કરતી વેબસાઈટની પણ ખામી શોધીને તેનો ઉપયોગ કરીને મોંઘી વસ્તુ મફત અથવા ઓછા ભાવે ખરીદી કરીને વેચી દેતો હતો.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વિજય વાઘેલાએ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ વાઈટ હાઉસ ખાતેના બિલ્ડીંગમાં ત્રણ દુકાન પણ ખરીદી કરી છે. આ આખા કૌભાંડમાં ઓનલાઇન ગેમિંગ સર્વિસ આપતી બે વેબસાઈટ રમી સર્કલ અને ડ્રિમ ઇલેવનને પણ વેબસાઈટની ખામી બાબતે નોટિસ આપીને જવાબ દેવા જાણ કરવામાં આવી છે. ત્યારે આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેને લઇને પોલીસે તપાસ શરુ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે