Jyotish Tips: શુકન તરીકે દહીં અને ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે ? જાણો દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું છે સંબંધ?
Jyotish Tips: આપણે ત્યાં દરેક ઘરમાં રિવાજ હોય છે, કોઈ વ્યક્તિ સારા કામ માટે જાય ત્યારે તેને દહીં અને ખાંડ ખવડાવવામાં આવે છે. દહીં અને ખાંડ ખાધા પછી કરેલા કામમાં સફળતા મળે છે. આની પાછળનું ધાર્મિક કારણ શું છે ચાલો તમને જણાવીએ.
Trending Photos
Jyotish Tips: ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ સારા કામ માટે જતું હોય ત્યારે તેને દહીં અને ખાંડ ખવડાવવામાં આવે છે. ખાંડવાળું દહીં ખાવું શુકન ગણાય છે. આ એક એવો હિન્દુ રિવાજ છે જેનું પાલન અનેક ઘરમાં થાય છે. કોઈ વ્યક્તિ યાત્રા પર જતું હોય અથવા તો પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી હોય તો તેને પણ દહીં ખાંડ ખવડાવવામાં આવે છે. કહેવાય છે કે દહીં અને ખાંડ ખાઈને જે પણ કામ કરવામાં આવે તે શુભ રહે છે. આવું શા માટે છે આજે તમને જણાવીએ.
દહીં ખાંડ શા માટે શુભ ?
જ્યોતિષશાસ્ત્રમાં દહીંનો સંબંધ ચંદ્ર સાથે અને ખાંડનો સંબંધ શુક્ર સાથે છે. ચંદ્ર મન અને લાગણીઓને નિયંત્રણમાં રાખે છે અને શુક્ર સૌભાગ્ય સુખ અને પ્રેમ વધારે છે. માન્યતા છે કે શાંત મનથી જે પણ કામ કરવામાં આવે તેમાં સફળતા મળે છે. તેથી જ દહીં ખાવાથી ચંદ્રનો સકારાત્મક પ્રભાવ કામને પૂરું કરવામાં મદદ કરે છે. ખાંડ સૌભાગ્ય વધારે છે અને બાધાઓ દૂર કરે છે.
ખાંડ અને દહીં ખાવાનું ધાર્મિક મહત્વ
હિન્દુ ધર્મમાં વિઘ્નહર્તા ગણેશ અને ધનના દેવી માતા લક્ષ્મીને ભોગ તરીકે દહીં અને ખાંડ અર્પણ કરવાની પણ પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘરેથી કોઈ સારું કામ કરવા નીકળતા હોય ત્યારે દહીં અને ખાંડ ખાવાથી ગણેશજી અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને કામ સારી રીતે પાર પડે છે.
દહીં-ખાંડ અને સફળતાનું વૈજ્ઞાનિક કારણ
વૈજ્ઞાનિક કારણ એવું છે કે દહીં અને ખાંડનો ખાટો મીઠો સ્વાદ મનને પ્રસન્ન કરે છે અને તેના કારણે આત્મવિશ્વાસ પણ વધે છે.. દહીં અને ખાંડ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે જેના કારણે મગજ અને મનોભાવ સક્રિય થઈ જાય છે. જેના કારણે કામમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે