Open Marriage: લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
Open Marriage: આજના સમયમાં ફક્ત રિલેશનશીપમાં જ નહીં લગ્નમાં પણ વિચિત્ર ટ્રેંડ જોવા મળે છે. જેમાંથી એક છે ઓપન મૈરેજ. આ ટ્રેંડ પશ્ચિમી દેશોમાંથી ભારતમાં પણ પોપ્યુલર થઈ રહ્યો છે. આજે તમને ઓપન મેરેજ વિશે વિગતવાર જણાવીએ.
Trending Photos
Open Marriage: હિંદુ ધર્મ અનુસાર લગ્ન સાત જન્મોનું બંધન હોય છે. લગ્ન પછી પતિ-પત્ની જીવનભર એકબીજાની સાથે જ રહે છે. પરંતુ હવે સમાજમાં કેટલાક એવા ટ્રેંડ જોવા મળે છે જે લગ્નની પરીભાષા બદલી નાખે એવા છે. એવા લગ્ન પણ હોય છે જેમાં લગ્ન પછી કપલ એક કરતાં વધારે પાર્ટનર સાથે રહે છે જેને ઓપન મેરેજ કહેવાય છે. ભારતમાં પણ આ ટ્રેંડ વધી રહ્યો છે. કેટલાક કપલ્સ આ પ્રકારના લગ્નને સારા માને છે.
શું છે ઓપન મેરેજ ?
લગ્ન બાદ લોકો એક જ પાર્ટનર સાથે આખું જીવન પસાર કરે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે એક કરતાં વધારે પાર્ટનર સાથે રહેવાનું પસંદ કરે છે. છેલ્લા કેટલાક સમયથી ઓપન મેરેજનો ટ્રેંડ પોપ્યુલર થયો છે. ઓપન મેરેજમાં લોકો પોતાના પાર્ટનરની સહમતિથી લગ્ન વિના બીજા વ્યક્તિ સાથે સંબંધ બનાવી શકે છે. તેમની વચ્ચે ફિઝિકલ રિલેશન પણ હોય શકે છે.
પાર્ટનરની સહમતિ સાથે સંબંધ
ઓપન મેરેજમાં બંને પાર્ટનર લગ્ન તો કરે છે પરંતુ લગ્ન વિના અન્ય સાથે રિલેશન રાખવાની વાત પર એકબીજાને સહમતિ આપે છે. આ રિલેશન ઈમોશન અને ફિઝિકલ હોય શકે છે. જો એક પાર્ટનર બીજા સાથે રિલેશનમાં હોય તો તેનાથી કોઈ સમસ્યા પણ થતી નથી. ઓપન મેરેજમાં લગ્ન સિવાયના સંબંધોને પાર્ટનર સંકોચ વિના સ્વીકાર છે.
એક્સ્ટ્રા મેરિટલ અફેર સમસ્યાનું કારણ નહીં
ઓપન મેરેજમાં પતિ કે પત્ની અન્ય સાથે અફેર કરે તો તેનાથી કોઈ સમસ્યા થતી નથી. તેનાથી વિરુદ્ધ કપલ એકબીજાના અફેર વિશે જાણતા પણ હોય છે અને સહમત પણ હોય છે. ઓપન મેરેજમાં લોકો માને છે કે આ પ્રકારના લગ્નમાં કોઈ વાતમાં ખોટું બોલવું પડતું નથી. જો કે ભારતીય સંસ્કૃતિ અનુસાર આ પ્રકારના લગ્ન યોગ્ય નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે