મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત

Accident News : સાપુતારામાં ગમખ્વાર અકસ્માત, 5નાં મોત... યાત્રાએથી પરત ફરતી ખાનગી બસ ખીણમાં ખાબકી, 50થી વધુ યાત્રાળુ સવાર હતા

મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત

Dang News : ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ઉત્તર પ્રદેશની ખાનગી બસ ખીણમાં ખાબકતાં 5 યાત્રાળુઓના મોત નિપજ્યા છે. યાત્રા પરથી પરત ફરતી વખતે બસને અકસ્માત સર્જાયો છે. જેમાં અનેક ઘાયલ હોવાની માહિતી સાંપડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડાંગ જિલ્લામાં સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં બસ પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. સાપુતારાથી શામગાહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સવારે  ૪ વાગ્યે ઉત્તર પ્રદેશની ખાનગી પ્રવાસી ટ્રાવેલ્સનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. બીજા તમામ ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં બસનો બૂકડો બોલાઈ ગયો હતો. બસમાં સવાર 40 પેસેન્જર સવાર હતા. જેમાંથી 5 લોકોનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. જેમાં 2 પુરુષ અને ૩ મહિલા સામેલ છે. તો ૮ ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે આહવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

અકસ્માત વિશે માહિતી આપતા ડાંગ ડીવાયએસપી એસજી પાટીલે જણાવ્યું કે, વહેલી સવારે 4:30 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. અપઘાત એટલો ભયાનક કે બસ ઘાટમાં પડતા બે ભાગ થઈ ગઈ હતી. પ્રવાસીઓ શીરડીમાં દર્શન કર્યા બાદ નાશિકથી ગુજરાત તરફ જતા હતા ત્યારે અકસ્માત થયો હતો. 

જોકે ઘટનાને પગલે પોલીસ અને ડિઝાસ્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી બસ નીચે દબાયેલા પ્રવાસીઓને રેસ્ક્યુ કર્યા હતા અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ઝાંસી કી રાની નામની પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસમાં 40 થી વધુ મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી ૫ મુસાફરોના મોત થયા અન્ય મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં હતા. મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના 50 જેટલા પ્રવાસી ભરેલી બસ ઘાટમાં પલટી ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news