Budhaditya Yog 2025: શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, નોકરી અને વેપારમાં થશે અણધાર્યો લાભ
Budhaditya Yog 2025: ફેબ્રુઆરી મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. આ મહિનામાં શનિ દેવની રાશિ કુંભમાં સૂર્ય અને બુધનું મિલન થશે. કુંભ રાશિમાં બુધાદિત્ય યોગ સર્જાશે જેના પ્રભાવથી 3 રાશિઓને વેપાર અને નોકરીમાં અપાર ધન લાભ થઈ શકે છે.
Trending Photos
Budhaditya Yog 2025: ફેબ્રુઆરી મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ ગ્રહોની ચાલમાં ફેરફાર શરૂ થઈ ચુક્યા છે. હવે 11 ફેબ્રુઆરીના દિવસે મહત્વપૂર્ણ ગોચર થશે. 11 ફેબ્રુઆરી અને મંગળવારે બપોરે 12.58 મિનિટે બુધ ગ્રહ મકર રાશિમાંથી નીકળી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી બુધવાર અને 12 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં સૂર્ય ગોચર કરશે. કુંભ રાશિ શનિની રાશિ છે. શનિની રાશિમાં સૂર્ય અને બુધ એક સાથે હશે જેના કારણે બુધાદિત્ય યોગ સર્જાશે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને શુભ ગણવામાં આવે છે. તેનું મહત્વ એટલે વધી જાય છે કે આ વખતે બુધ આદિત્ય યોગ શનિની મૂળ ત્રિકોણ રાશિમાં બની રહ્યો છે. જેના કારણે ત્રણ રાશિના લોકો પર બુધ અને સૂર્યની સાથે શનિની કૃપા પણ વરસશે.
કુંભ રાશિમાં બુધાદિત્ય યોગનું મહત્વ
બુધાદિત્ય યોગ ત્યારે બને છે જ્યારે એક રાશિમાં સૂર્ય અને બુધ એક સાથે હોય. વર્ષ દરમિયાન બુધાદિત્ય યોગ અલગ અલગ રાશિમાં સર્જાતો હોય છે. પરંતુ વર્ષ 2025 માં બુધાદિત્ય યોગ શનિની રાશિ કુંભમાં બનવા જઈ રહ્યો છે. કુંભ રાશિમાં પહેલાથી જ શનિ ગોચર કરે છે. શનિની ઉપસ્થિતિમાં સૂર્ય અને બુધનો શુભ યોગ સર્જાશે. જે ત્રણ રાશિના લોકોને વ્યક્તિગત રીતે સૌથી વધુ ફાયદા કરાવશે. આ ત્રણ રાશિ કઈ છે અને તેમને કેવા લાભ થશે ચાલો તમને જણાવીએ.
કુંભ રાશિમાં બુધાદિત્ય યોગથી આ 3 રાશિ થશે માલામાલ
મિથુન રાશિ
મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. તેથી આ યોગ કારકિર્દી શિક્ષણ અને વેપાર માટે અત્યંત શુભ સાબિત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે પગાર વધારાના પણ યોગ દેખાઈ રહ્યા છે. જે લોકો નવો વેપાર શરૂ કરવા માંગે છે તેમના માટે આ યોગ્ય સમય હશે. વેપારમાં રીતસર ધન વરસશે. આઈટી, મીડિયા, માર્કેટિંગ અને લેખન સાથે જોડાયેલા લોકોને નવી તકો મળી શકે છે. વિદ્યાર્થીઓને આ સમય દરમિયાન સફળતા મળશે. પરિવારમાં શુભ સમાચાર મળી શકે છે.
તુલા રાશિ
વેપાર અને આર્થિક ક્ષેત્રમાં આ રાશિના લોકોને લાભ થવાની સંભાવના છે. રીયલ એસ્ટેટ, શેર માર્કેટ અને વિદેશ રોકાણમાં પણ સારો નફો થશે. નોકરીમાં ઇન્ક્રીમેન્ટ કે નવી જવાબદારીઓ મળી શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા વધશે. જો કોઈ સાથે સંબંધ ખરાબ થયા હતા તો તેમાં સુધારો થશે. આ સમય દરમિયાન જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે.
કુંભ રાશિ
બુધાદિત્ય યોગ કુંભ રાશિમાં જ બનશે તેથી કુંભ રાશિ માટે પણ આ યોગ શુભ છે. બુદ્ધિમત્તા, નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે. જે લોકો સરકારી નોકરીમાં ઉચ્ચ પદ પર કાર્યરત છે તેમને નવી જવાબદારી મળી શકે છે. વેપારી વર્ગને નવી ડીલ મળી શકે છે. શિક્ષા અને પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને સંબંધ મજબૂત થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે