'અનુપમા' માટે આ છે માથાનો દુ:ખાવો, સમય જતાં ક્યાંક જગ્યા ના છીનવાઈ જાય

Top TV Shows of this week: રુપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો સુપરહિટ શો અનુપમા આ વખતે પણ ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ આ વખતે પણ નંબર વનની ખુરશી પર પોતાનો કબજો જમાવ્યો છે.

Trending Photos

'અનુપમા' માટે આ છે માથાનો દુ:ખાવો, સમય જતાં ક્યાંક જગ્યા ના છીનવાઈ જાય

Top TV Shows of this week: વર્ષના 34 માં અઠવાડિયનું ટીઆરપી લિસ્ટ સામે આવ્યું છે. આ વખતે અનુપમા, ઇમલી, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, ગુમ હૈ કિસી કે પ્યાર મેં, બન્ની ચાઉ હોમ ડિલીવરી જેવા શોએ ટોપ 5 માં પોતાની જગ્યા બનાવી છે.

સામે આવ્યું 34 માં અઠવાડિયાનું ટીઆરપી લિસ્ટ
વર્ષના 34 માં અઠવાડિયે ટીઆરપી લિસ્ટ સામે આવ્યું છે. દરેક વખતની જેમ આ વખતે પણ અનુપમા ટીઆરપીમાં ટોપ પર છે. અનુપમાએ ફરિ સાબિત કર્યું કે આ શોની રેટિંગનો કોઈપણ સામનો કરી શકતું નથી. પરંતુ અનુપમા શો માટે ગુમ હૈ કિસી કે પ્યારમે સીરિયલ માથાનો દુ:ખાવો બની શકે છે. જો ટીઆરપી લિસ્ટમાં ઉપર આવતા અનુપમાની જગ્યા છીનવાઈ શકે છે. સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, કુમકુમ ભાગ્ય, યે હે ચાહત અને ગુમ હૈ કિસી કે પ્યાર મેં જેવા શો ટોપ 5 માં સામેલ છે. ચાલો જાણીએ આજની ટીઆરપી લિસ્ટમાં કયા સૌથી મોટા ફરેફરા જોવા મળી રહ્યા છે.

અનુપમા (Anupamaa)
રુપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો સુપરહિટ શો અનુપમા આ વખતે પણ ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ આ વખતે પણ નંબર વનની ખુરશી પર પોતાનો કબજો જમાવ્યો છે.

ગુમ હૈ કિસી કે પ્યાર મેં (Ghum Hai Kisikey Pyaar Meiin)
સીરિયલ ગુમ હે કિસી કે પ્યાર મેં આ અઠવાડિયે પણ બીજા નંબરની પોઝિશન પર પોતાનો અડિંગો જમાવેલો છે. શોમાં આવી રહેલા ટ્વિસ્ટ અને ટર્ન્સ ફેન્સને પસંદ આવી રહ્યા છે.

યે હૈ ચાહતેં (Yeh Hai Chahatein)
ગત અઠવાડિયાને જેમ આ વખેત પણ સીરિયલ યે હૈ ચાહતેં નંબર 3 પર છે. યે હૈ ચાહતેંએ ટોપ 2 શોને ટક્કર આપવાની શરૂ કરી દીધી છે.

ઇમલી (Imlie)
લીપ બાદ સીરિયલ ઇમલીની રેટિંગમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. સુંબુલ તૌકીર ખાનના આ શો આ વખતે પણ નંબર 4 પર જોવા મળી રહ્યો છે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ (Yeh Rishta Kya Kehlata Hai)
સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈએ આ વખતે ટીઆરપીમાં નંબર 5 ની પોઝિશન ઝડપી લીધી છે. લીપ બાદ આ શોમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news