Twitterએ છીનવી લીધી બીગ બીથી લઈ આલિયા ભટ્ટ સુધીના આ કલાકારોની ઓળખ, રીમૂવ કર્યા Blue Tick

Twitter Blue Tick: બ્લુ ટીક સ્ટાર્સના અકાઉન્ટસમાંથી દુર કરી દેવામાં આવતાં હવે લાખો ફોલોવર્સ ધરાવતા સ્ટાર્સના અકાઉન્ટ પણ ખાસ રહ્યા નથી. હવે જો તમણે અકાઉન્ટને બ્લુ ટીક વેરીફાઈ કરાવવું હશે તો ટ્વીટરને મોટી રકમ ચુકવવી પડશે.

Twitterએ છીનવી લીધી બીગ બીથી લઈ આલિયા ભટ્ટ સુધીના આ કલાકારોની ઓળખ, રીમૂવ કર્યા Blue Tick

Twitter Blue Tick: ટ્વીટર અકાઉન્ટમાં જ્યારે બ્લુ ટીક થઈ જાય છે તો સામાન્ય વ્યક્તિ પણ ખાસ બની જાય છે. પરંતુ ટ્વિટરના માલિક એલન મસ્કે 12 એપ્રિલે એક મહત્વની જાહેરાત કરી હતી. તેણે બ્લુ ટીક માટે પૈસા આપવાની વાત કરી હતી. તેણે આપેલા નિવેદન ની અસર હવે થઈ ગઈ છે. ટ્વીટર પર મોડી રાત્રે બધા જ ખાસ એકાઉન્ટ પણ સામાન્ય થઈ ગયા. એટલે કે સેલિબ્રિટીઝના ટ્વીટર એકાઉન્ટમાંથી પણ બ્લુ ટીક દૂર કરી દેવામાં આવ્યું. હવે જો આ કલાકારોએ પણ પોતાના એકાઉન્ટ પર ફરી બ્લુ ટીક કરાવવું હશે તો મોટી રકમ ટ્વિટરને ચૂકવવી પડશે. ટ્વીટર પર જે ફેરફાર થયો છે તેની અસર બોલીવુડના સ્ટાર્સ પર પણ થઈ છે. બોલીવુડના દિગ્ગજ કલાકારોની ઓળખ પણ રાતોરાત છીનવાઈ ગઈ છે. કલાકારોના વેરીફાઇડ એકાઉન્ટ તેમની ઓળખ હતા પરંતુ હવે બ્લુ ટીક રીમુવ થઈ જતા બધા જ અકાઉન્ટ સામાન્ય બની ગયા છે.

આ પણ વાંચો: 

અમિતાભ બચ્ચન

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને ટ્વિટર પર 48.4 મિલિયન લોકો ફોલો કરે છે. પરંતુ ટ્વિટરના નિર્ણયથી અમિતાભ બચ્ચનના એકાઉન્ટમાંથી પણ બ્લુ ટીક રીમુવ કરી દેવામાં આવ્યું છે.

સલમાન ખાન

હાલ સલમાન ખાન તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને બીજી તરફ તેમના ટ્વિટર એકાઉન્ટમાંથી પણ બ્લુ ટીક હટી ગયું છે. તેમણે ટ્વિટર પર 45 મિલિયન લોકો ફોલો કરે છે.

શાહરુખ ખાન

બોલીવુડના કિંગ ખાનને ટ્વિટર પર 43.4 મિલિયન લોકો ફોલો કરે છે.  તેનું એકાઉન્ટ પણ બ્લુ ટિક વેરિફાઇડ હતું પરંતુ મોડી રાત્રે તેના એકાઉન્ટ પરથી પણ બ્લુ ટીક રીમુવ કરી દેવામાં આવ્યું છે.

પ્રિયંકા ચોપડા જોનસ

તાજેતરમાં જ મુંબઈની મુલાકાતે આવેલી પ્રિયંકા ચોપડા આ યાદીમાં સામેલ છે. ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી પ્રિયંકાના એકાઉન્ટમાંથી પણ બ્લુ ટીક રીમુવ કરી દેવામાં આવ્યું છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ પણ ટ્વિટરના આ નિર્ણયથી બચી શકી નથી. તેના ટ્વિટર એકાઉન્ટમાંથી પણ વેરીફાઇડ બ્લુ ટીક હટાવી દેવામાં આવ્યું છે. 

અનુપમ ખેર

અનુપમ ખેર એવા અભિનેતા છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હંમેશા સક્રિય રહે છે. તેમને પણ લાખો લોકો ટ્વિટર પર ફોલો કરે છે. પરંતુ તેના ટ્વીટર અકાઉન્ટ પરથી પણ વેરીફાઇડ બ્લુટીક દૂર કરી દેવામાં આવ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news