'ઉતરન'ની ઇચ્છા થઈ ગઈ છે એટલી મોટી કે હિરોઇન તરીકે કરી રહી છે કમબેક
સ્પર્શ ખાનચંદાની હવે 17 વર્ષની થઈ ગઈ છે
Trending Photos
નવી દિલ્હી : ટીવીની દુનિયાની ફેમસ સિરિયલ 'ઉતરન'થી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવનાર બાળ કલાકાર સ્પર્શ ખાનચંદાની હવે પાંચ વર્ષના બ્રેક પછી ફરી નાના પડદા પર કમબેક કરી રહી છે. સ્પર્શ બહુ જલ્દી 'વિક્રમ વેતાલ કી રહસ્ય ગાથા' નામના શોમાં જોવા મળશે. આ શોમાં તે પ્રેત પરી તરીકે જોવા મળશે જે પોતાના સૂચનથી રાજા વિક્રમને મદદ કરે છે. સ્પર્શ આ પહેલાં ટેલિવિઝન સિરિયલ 'પરવરિશ'માં જોવા મળી હતી.
સ્પર્શે એક નિવેદનમાં કહ્યું છે કે, "આ શો મારા માટે એક અવસર જ નથી પણ ટેલિવિઝનમાં કમબેક માટે એક સારું પ્લેટફોર્મ છે. મારા માતા-પિતાએ નાનપણથી મને વિક્રમ અને વેતાળની વાર્તા સંભળાવી છે અને હવે મને એમાં કામ કરવાની તક મળી છે. આ મારા માટે એક સોનેરી અવસર છે."
સ્પર્શ 'ઉતરન'ના કેટલાક એપિસોડમાં 'ઇચ્છા' તરીકે જોવા મળી હતી એ સમયે એ 6-7 વર્ષની હતી. આ સિરિયલ ડિસેમ્બર, 2008થી શરૂ થઈને જાન્યુઆરી, 20115 સુધી ચાલી હતી. સ્પર્શ આ પછી 'પરવરિશ' સિરિયલમાં પણ જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે